BSF : ભારત માં ઘૂસણખોરી માટે પાકિસ્તાન ના આતંકીઓ હંમેશા મોકા ની રાહ જોઈ ને બેઠા હોય છે ત્યારે હાલ માં શિયાળો જામી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં કેટલા ભાગો માં અત્યારે ભારતીય સૈન્ય તૈનાત નથી હોતું જેને લઈને પાકિસ્તાન ના આતંકીઓ ટાંપીને જ બેઠા હોય છે ભૂતકાળ ના અનુભવો પરથી ભારતીય સૈન્ય પણ હવે પાકિસ્તાન ના આતંકીઓને પછાડવાનો મોકો જોઈને જ તૈયાર હોય છે
મળતી માહિતી મુજબ લગભગ 250 જેટલા આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POK માંથી નિયંત્રણ રેખા LOC દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે જેને લઈને BSF દ્વારા તેમના સ્વાગત ની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે
BSF અધિકારીએ કહ્યું- ભારતીય આર્મી ઘૂસણખોરો ને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
લગભગ 250 થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POK માં નિયંત્રણ રેખા LOC પાર લોન્ચ પેડ પર જમ્મુ અને કાશ્મીર Jammu and Kashmir માં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. BSF અધિકારીએ જણાવ્યું કે બીએસએફ દળો સતર્ક છે અને તે સરહદ પારથી ઘૂસણખોરી Intrusion ના તમામ પ્રયત્નો ને નિષ્ફળ બનાવશે.
BSF અધિકારીએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ગુપ્ત માહિતી મળી છે કે 250-300 આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POK માંથી ઘૂસણખોરી કરવા માટે મોકો શોધી રહ્યા છે, પરંતુ બીએસએફ તમામ મહત્વના સ્થળો પર સતર્ક છે. તેમણે કહ્યું કે બીએસએફ અને ભારતીય સૈન્ય ના બહાદુર સૈનિકો દેશ ના તમામ સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને નાપાક ઘૂસણખોરો ના ઘૂસણખોરીના તમામ પ્રયત્ન ને નિષ્ફળ બનાવશે.
બીએસએફના મહાનિરીક્ષકે કહ્યું કે સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચે થોડા સમય થી સંગઠન વધ્યું છે તેમણે કહ્યું, “જો કાશ્મીર ના લોકો ભારતીય સૈન્ય ને સહકાર આપે તો ભારત સરકાર અહી સામાન્ય નાગરિક ની સુખાકારી ની પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આગળ વધારી શકશે.”
ભારતીય નૌકાદળનુ સાહસિક સફળ ઓપરેશન
Tata : રતન ટાટાને મળી જાનથી મારી નાખવાની ધમકી. ભારતના વધુ 1 મોટા ઉદ્યોગપતિ