Gold Hallmarkingના નિયમો હાલ દેશભ્રમ કડકાઈ સાથે લાગુ પડશે નહીં. જવેલર્સે સરકારને વિનંતી કરી છે કે તે હાલમાં નિયમનો સંપૂર્ણ અમલ કરી શકે તેમ નથી. આ મામલે મંગળવારે સાંજે Jewellersની વાણિજ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલ Piyush Goyal સાથે બેઠક થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેનો નિયમનો અમલ એકસાથે નહિ તબક્કાવાર કરવામાં આવશે.પિયુષ ગોયલે બેઠકમાં જાહેરાત કરી હતી કે પ્રથમ તબક્કામાં 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે જ્યાં હોલમાર્કિંગ કેન્દ્રો પહેલાથી જ અસ્તિત્વમાં છે. જો કે 40 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા ઝવેરીઓને હોલમાર્ક જ્વેલરી વેચવાની છૂટ મળશે. દેશમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ હતા જેમણે બીઆઈએસ BSI સર્ટિફિકેટ લીધું ન હતું. સરકાર આટલા લોકો સામે કાર્યવાહી કરી શકે નહીં. તેથી જ સરકારે વચલો રસ્તો કાઢ્યો છે.
સરકારે તમામ જવેલર્સને 1 સપ્ટેમ્બર સુધી તેમના જૂના સ્ટોક પર હોલમાર્કિંગ માટે કહ્યું છે. આ સમયગાળા દરમ્યાન જૂના સ્ટોક પર હોલમાર્કિંગ કરવું પડશે. આ દરમિયાન કોઈ પણ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. 2 ગ્રામથી વધુના ઝવેરાતનું બીઆઇએસ માન્યતા કેન્દ્ર દ્વારા તપાસ કરાવવી પડશે અને તેના પર સંબંધિત કેરેટના બીઆઈએસ માર્કને અંકિત કરાવવું પડે છે. બીઆઈએસનો ત્રિકોણાકાર ચિહ્ન, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, સોનાની શુદ્ધતા જ્વેલરી પર લખવામાં આવશે. ઉપરાંત જ્યારે ઝવેરાત બનાવવામાં આવશે ત્યારે તેનું વર્ષ અને ઝવેરીનો લોગો પણ રહેશે.Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભલેસેલની ઠગાઈ થી શકશે નહિ.
હોલમાર્કિંગ અંગે જરૂરી માહિતી
1)40 લાખથી ઓછા ટર્નઓવરને Turnover માફી
2) રજીસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે નાબૂદ.
3) હોલમાર્કિંગ 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના ઘરેણાં પર ઉપલબ્ધ રહેશે.
4) પોલ્કી, મીના, કુંદન ઝવેરાતને હોલમાર્કિંગના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
5) મેન્યુફેક્ચરિંગને લાઇસન્સના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યું છે.
6) રિટેલર બેચ નંબર પર ઝવેરાત બનાવડાવી શકે છે
7) જ્વેલર્સ ગ્રાહકો પાસેથી હોલમાર્ક વિના ઘરેણાં પાછા ખરીદી શકશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268