વિષ્ણુદેવ સાયને Chattisgarh રાજ્યની જવાબદારી સોંપવામાં આવી
વિષ્ણુ દેવ સાય વડાપ્રધાન મોદીની પ્રથમ કેબિનેટમાં કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી હતા Vishnu Deo Sai
છત્તીસગઢના સીએમ પદ માટેના નામની જાહેરાત ભાજપે Bjp કરી દીધી છે. વિષ્ણુદેવ સાયને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.વિષ્ણુ દેવ સાય ભારતીય રાજનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હાલમાં તેઓ છત્તીસગઢના ચૂંટાયેલા મુખ્યમંત્રી અને કુંકુરીથી ધારાસભ્ય પણ છે. વિષ્ણુ દેવ સાય 2020 થી 2022 સુધી છત્તીસગઢ માટે ભારતીય જનતા પાર્ટીના Bjp પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ રહ્યા છે. વિષ્ણુ દેવ સાય વડાપ્રધાન મોદીની Narendra Modi પ્રથમ કેબિનેટમાં કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી હતા. તેઓ છત્તીસગઢના રાયગઢ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી 16મી લોકસભામાંથી સાંસદ પણ હતા.
વિષ્ણુ દેવ સાયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ છત્તીસગઢ રાજ્યના જશપુર જિલ્લાના બગિયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ પ્રસાદ સાય અને માતાનું નામ જશમણિ દેવી છે. વિષ્ણુ દેવ સાયએ તેમનું ઉચ્ચ માધ્યમિક શાળાનું શિક્ષણ લોયોલા હાયર સેકન્ડરી સ્કૂલ, કુંકુરી, જશપુરમાંથી કર્યું હતું.
Vishnu Deo Sai ને જૂન 2020 માં, ભાજપે છત્તીસગઢના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. તેઓ ઓગસ્ટ 2022 સુધી આ પદ પર રહ્યા હતા. રાયગઢથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા (1999-2014). પ્રથમ નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા ન હતા.
ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપના નેતા નારાયણ ચંદેલે કહ્યું કે વિષ્ણુદેવ સાય ખૂબ જ સારા વ્યક્તિ છે. અમારા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તે ખૂબ જ સરળ, સરળ, નમ્ર અને એવો ચહેરો ધરાવે છે જેનો કોઈ વિરોધ કરી શકે નહીં.
भाजपा के राष्ट्रीय उपाध्यक्ष एवं राजनांदगांव विधायक @drramansingh जी ने भाजपा विधायक दल के नेता के लिए कुनकुरी विधायक श्री @vishnudsai जी का नाम प्रस्तावित किया। भाजपा प्रदेश अध्यक्ष एवं लोरमी विधायक श्री @ArunSao3 जी एवं रायपुर दक्षिण विधायक श्री @brijmohan_ag जी ने प्रस्ताव का… pic.twitter.com/1Jhl89wEI4
— BJP Chhattisgarh (@BJP4CGState) December 10, 2023
Chattisgarh છત્તીસગઢના સીએમ પદ માટે ઘણા દાવેદારો હતા. રમણસિંહ પોતે તેમાં હતા. અરુણ સાવ, ઓપી ચૌધરી અને રેણુકા સિંહના નામ પણ સામેલ હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાયની સાથે રેણુકા સિંહનું નામ આદિવાસી મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યું હતું. છત્તીસગઢમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે અને તમામ અટકળોને પલટીને 54 બેઠકો મેળવી છે. જ્યારે કોંગ્રેસ 34 સીટો જીતી શકી હતી. Congress