Gold jewellery hallmarking 16 જૂનથી શરૂ થશે. કેન્દ્ર સરકારે સોનાના ઝવેરાતની ફરજિયાત હોલમાર્કિંગ માટેની મુદત 1 જૂન બાદ 15 જૂન સુધી વધારી દીધી હતી. આનો અર્થ હવે એ થાય છે કે 15 જૂન પછી ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાત વેચવાની મંજૂરી આપવામાં આવશે. BIS એપ્રિલ 2000 થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવાઈ રહી છે. હાલમાં 40 %સોનાના ઝવેરાતમાં હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે.Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભલેસેલની ઠગાઈ થી શકશે નહિ.સોનાનું હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને હાલમાં સ્વૈચ્છિક છે.
અમદાવાદમાં આગામી દિવસો માં ટ્રાફિકનો દંડ થશે કેશલેશ!!!
નવેમ્બર 2019 માં સરકારે 15 જાન્યુઆરી 2021 થી સોનાના દાગીના અને કલાકૃતિઓ પર હોલમાર્કિંગ’ ફરજિયાત બનાવવાની ઘોષણા કરી હતી. જોકે, ઝવેરીઓએ મહામારીને કારણે ડેડલાઇન વધારવાની માંગ કર્યા પછી તેને 4 મહિનાથી આગળ વધારાઈ હતી. હોલમાર્ક જ્વેલરીમાં જુદા જુદા માર્ક હશે. જ્યારે મેંગિફાઇંગ ગ્લાસ દ્વારા જોવામાં આવશે ત્યારે જ્વેલરી પર 5 માર્ક દેખાશે. આમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતી સંખ્યા જેમ કે 22K અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગ વર્ષ અને ઝવેરી ઓળખ નંબર અંકિત કરવામાં આવશે.

સોનાના આભૂષણો પરની હોલમાર્કિંગ સિસ્ટમ હવે 15 જૂનથી શરૂ થશે. આ પહેલા 1 જૂન, ૨૦૨૧સંર્યમર્યાદા હતી. ભારતીય માનક બ્યુરો ના ડાયરેક્ટર જનરલ પ્રમોદ તિવારીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં ગ્રાહક બાબતોના વિભાગના નિધિ સચિવ , જ્વેલર્સ એસોસિએશન, વેપાર અને હોલમાર્કિંગ કમિટીના પ્રતિનિધિઓ પણ શામેલ હશે. ભારત પાસે સોનાના આભૂષણમાં વિશ્વના શ્રેષ્ઠ ધોરણો બનવા જઈ રહ્યા છે .શુદ્ધતા અને ગુણવત્તા વિશે થર્ડ પાર્ટી આશ્વાસન હેઠળ ઝવેરાત અને કલાકૃતિઓની હોલમાર્કિંગથી સોનાના ઝવેરાત પર ગ્રાહકોનો સંતોષ અને વિશ્વાસ વધારવા માટે જરૂરી છે. આ પગલાથી ભારતને વિશ્વના મોટા સોનાના બજાર કેન્દ્રના રૂપમાં વિકસાવવામાં પણ મદદ મળશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268