મધ્યપ્રદેશ ના જબલપુર ના આરોગ્ય વિભાગ ગત્ત કેટલાક દિવસોથી એક એવી હોસ્પિટલની શોધમાં છે. જેમને સીરમ ઈન્સ્ટીટ્યૂટ માં 10 હજાર કોવિશિલ્ડ વેક્સિન નો આર્ડર આપ્યો છે. વિભાગના ઓફિસરનો દાવો છે કે જે હોસ્પિટલે 10 હજાર વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો તે હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં.25 મેના રોજ સીરમ ઈન્સ્ટીટયુટ માં મધ્યપ્રદેશ ની 6 ખાનગી હોસ્પિટલે કોવિડશીલ્ડ નો ઓર્ડર આપ્યો હતો. જેમાં ભોપાલ, ગ્વાલિયર અને જબલપુરની એક -એક હોસ્પિટલ તેમજ ઈન્દોરની 3 હોસ્પિટલનું નામ છે. જબલપુર માંથી મેક્સ હેલ્થ કેયર નામની એક હોસ્પિટલે સીરમ ઈન્સ્ટીટ્યુટ માં 10 હજાર કોવિશીલ્ડનો ઓર્ડર આપ્યો હતો.
શું મહિલાઓ ને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે છે ? જાણો વધુ
આટલી મોટી સંખ્યામાં વેક્સિનનો ઓર્ડર મળ્યા બાદ હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતાની તપાસ કરવા માટે ભોપાલ હેડક્વાર્ટરથી જબલપુરના આરોગ્ય વિભાગ ને હોસ્પિટલ સંબંધિત માહિતી એકઠી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ બાદ હોસ્પિટલની જાણકારી એકઠી કરવા માટે કામે લાગ્યા હતા, પરંતુ તપાસ બાદ જાણકારી મળી કે જબલપુરમાં આ નામની હોસ્પિટલ છે કે પછી ક્લિનિક નથી.હોસ્પિટલ ન મળ્યા બાદ અધિકારીએ હોસ્પિટલ ન હોવાની જાણકારી ભોપાલ હેડક્વાર્ટર ને મોકલી હતી. હવે સવાલ એ ઉભો થાય છે કે કોણે આટલી મોટી માત્રામાં વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપનારે કેમ ખોટું સરનામું આપ્યું હતુ.
અધિકારીના જણાવ્યા મુજબ સીરમ ઈન્સ્ટીય્યૂટ માંથી વેક્સિન રવાના થઈ છે કે કેમ આ વાતની જાણકારી તેમની પાસે નથી, પરંતુ અધિકારીનું કહેવું છે કે તેમની જાણકારી વગર શહેરમાં કોઈ પણ હોસ્પિટલ વેક્સિન લગાવી શકે નહીં.અધિકારીના જણાવ્યા મુજબ વેક્સિન ફ્રીમાં છે, વેક્સિન લેવા માટે લોકો ખુબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. તેવામાં કાળાબજારનો પ્રયાસ થવાની સંભાવના ઓછી છે, તેમ છતાં અમે સંપુર્ણ રીપોર્ટ ભોપાલ મોકલી આપ્યો છે. હવે હોસ્પિટલની જાણકારી મેળવવા જબલપુર થી લઈ ભોપાલ સુધી આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે, સાથે સીરમ ઈન્સ્ટીટ્યુટ પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી રહી છે કે કોણે આટલી મોટી માત્રામાં વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો.