1 July 2021 થી ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. આમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ પર સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. આ સાથે, ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ પણ બદલાઇ રહ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. કરવેરામાં પણ બદલાવ આવ્યો છે.સ્ટેટ બેંકે કહ્યું છે કે 1 જુલાઇ, 2021 થી એસબીઆઇ ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. ચાર્જમાં ફેરફાર એટીએમ ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોમાં કરવામાં આવશે. એસબીઆઇએ આ ખાતાઓને ન્યૂનતમ બેલેન્સની મુશ્કેલીથી મુક્ત રાખ્યા છે. એટલે કે ન્યૂનતમ બેલેન્સ શૂન્ય છે. ખાતા ધારકોને Rupay એટીએમ કમ ડેબિટ કાર્ડ મળે છે.
ONGCએ 6,734 કરોડ રૂપિયા નફો નોંધાવ્યો Q4 પરિણામોમાં, રોકાણકારોને કેટલું મળશે ડિવિડન્ડ???
સિન્ડિકેટ બેંક નો કેનેરાબેંક માં વિલય થયો છે અને તેની બેંકિંગ ડિટેઇલ બદલાવાની છે. કેનેરા બેંકે કહ્યું છે કે અગાઉના સિન્ડિકેટ બેંક શાખાઓનો IFSC કોડ 1 જુલાઇ 2021 થી બદલાશે. કેનેરા બેંકે કહ્યું કે ગ્રાહકોએ NEFT/ RTGS/IMPS દ્વારા ભંડોળ મેળવવા માટે નવા કેનેરા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવો પડશે. નવું આઈએફએસસી યુઆરએલ, Canarabank.com/IFSC.Html અથવા કેનેરા બેંકની વેબસાઇટની મુલાકાત લઈને અથવા કોઈપણ કેનેરા બેંક શાખાની મુલાકાત લઈને એકસેસ કરી શકાય છે. પૂર્વ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને બદલાયેલા આઇએફએસસી અને એમઆઇસીઆર કોડ સાથે નવી ચેક બુક લેવાની રહેશે.
કોવિડ 19 રોગચાળાને કારણે સરકારે તેની સીધી કર વિવાદ નિવારણ યોજના ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણી કરવાની સમયમર્યાદા સુધી 30 જૂન સુધી કરી છે. સીબીડીટીના જણાવ્યા મુજબ, કોઈ વધારાની રકમ વિના ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ, 2020 હેઠળ લેણાં ચુકવવાનો સમય 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યો છે.લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. કોઈ વ્યક્તિ ઘરે બેઠાં બનાવેલું લર્નિંગ લાઇસન્સ મેળવી શકે છે. નવી સિસ્ટમ 1 જુલાઇથી શરૂ થવાની છે સરકારની યોજના લર્નિંગ લાઇસન્સ બનાવવાની સિસ્ટમ નાબૂદ કરવાની હતી. સંપૂર્ણ તાલીમ લીધા પછી ડ્રાઇવરોને કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટમાં ફેરફાર કરવો પડશે. જોકે આ ફેરફાર સરળ નથી. તેથી સરકારે આરટીઓ કચેરીએ જઇને લર્નિંગ લાઇસન્સ મેળવનારાઓને છુટકારો મેળવવા માટે એક યોજના તૈયાર કરી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268