જો આપને પણ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું છે, તો આપના માટે આ ખૂબ ફાયદાની વાત છે .આજે અમે અહીં આપને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારી અમુક એવી વેબસાઈટ વિશે જણાવાના છીએ, જેના દ્વારા આપ ફ્રીમાં ટેક્સ ફાઈલ કરી શકો છો. આ વેબસાઈટ પ રઆપને પોતાનું ફોર્મ- 16ને જમા કરાવાનું રહેશે, આ ઉપરાંત પોતાની સેલરી અને ઈન્કમ સાથે જોડાયેલી જાણકારી આપવાની રહેશે. જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2020-21 માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે.
આવક વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્નની ઈ ફાઈલીંગ માટે એક પોર્ટલ બનાવ્યુ છે. જેના દ્વાર આપ આપનો ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ ઉપરાંત અમુક ખાનગી સંસ્થાની વેબસાઈટ દ્વારા પણ આપ ફ્રીમાં ઈ ફાઈલીંગની સુવિધા આપે છે.
ક્લિયર ટેક્સ ટેક્સપેયર્સને આવક વિભાગની વેબસાઈટમાં લોગ ઈન કર્યા વગર ડાયરેક્ટર આઈટીઆર ભરવાની મંજૂરી આપે છે. જણાવી દઈએ કે, આ પ્લેટફોર્મ આપમેળે જ આવકના આધારે ITR ફાઈલ કરવા વિશે જાણકારી આપે છે.
Step 1: ફોર્મ 16 અપલોડ કરો
Step 2: ક્લિયર ટેક્સ આપમેળે ITR તૈયાર કરી લે છે.
Step 3: હવે આપને ટેક્સની ડિટેલ વેરિફાઈ કરવાની રહેશે
Step 4: રિસીપ્ટનો નંબર મેળવવા માટે ઈ ફાઈલ ટેક્સ રિટર્ન મળશે.
Step 5: નેટબેંકીગ દ્વારા ટેક્સ રિટર્નને વેરિફાઈ કરવાનું રહેશે.
આવક વિભાગ સાથે રજીસ્ટર્ડ વેબસાઈટ છે. જે ગ્રાહકોને ફ્રીમા ટેક્સ ફાઈલ કરવાની સુવિધા આપે છે. MyITreturn વેબસાઈટ પર ITR ફાઈલ કરવા માટે ગ્રાહકોને અમુક સામાન્ય સવાલોના જવાબ આપવાના રહેશે. આ સવાલ ટેક્સપેયરની સેલરી, હોમ, રોકાણ સાથે જોડાયેલા હશે. આ સવાલો દ્વારા આપના ઈન્કમ ટેક્સનું સરવૈયુ કાઢવામાં આવશે.
આ ઉપરાંત Eztax પણ ફ્રી ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપે છે. આ સાથે કોઈ પણ ટેક્સ તૈયાર કરવા માટે ફોર્મ 16 અપલોડ કરી શકો છો. આ ઉપરાંત ટેક્સ ઓપ્ટિમાઈઝર રિપોર્ટ મેળવી શકો છો અને ઈ ફાઈલ ફ્રીમાં કરી શકો છો.તેના વિશે Eztaxની વેબસાઈટ પર સમગ્ર વિગતો મળી જશે.
ક્વિકો પણ 100 ટકા ફ્રીમાં ITR ફાઈલ કરવાનો દાવો કરે છે. આ વેબસાઈટ પર કહેવાય છે કે, સેલરી અને ઈન્કમવાલા વ્યક્તિ દ્વારા ફ્રીમાં આઈટીઆર ફાઈલીંગ કરી શકાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268