ડોલર ૨૪ પૈસા ઉછળીને રૂ.૭૪.૫૬ : ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૧.૩૬ ડોલર વધીને ૭૫.૯૮ ડોલર, નાયમેક્ષ ૭૫.૨૦ ડોલર. દેશમાં ઔદ્યોગિક પ્રવૃતિ છેલ્લા ૧૧ મહિનામાં પ્રથમ વખત મંદ પડીને જૂનમાં નિક્કી મેન્યુફેકચરીંગ પીએમઆઈ ઘટીને ૪૮.૧ આવ્યો છે. આ સાતે રૂપિયા સામે અમેરિકી ડોલર ૨૪ પૈસા ઉછળીને રૂ.૭૪.૫૬ રહ્યો હતો. આ સાથે ક્રુડ ઓઈલના ભાવ સતત વધતાં રહીને બ્રેન્ટ ક્રુડ સાંજે ૧.૩૬ ડોલર વધીને ૭૫.૯૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧.૭૩ ડોલર ઉછળીને ૭૫.૨૦ ડોલરની ઊંચાઈએ પહોંચી જતાં આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો થવાની શકયતા અને એના પરિણામે મોંઘવારીમાં અસહ્ય વધારો થવાના નેગેટીવ પરિબળે પણ ફંડોએ સાવચેતીમાં આજે તેજીનો વેપાર ઉછાળે હળવો કર્યો હતો.
ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃતિ છેલ્લા ૧૧ મહિનામાં પ્રથમ વખત જૂનમાં મંદ પડીને ૪૮.૧ આવતાં અને ક્રુડ ઓઈઈલના ભાવોમાં અવિરત તેજીના ભડકાના નેગેટીવ પરિબળ સાથે ફોરેન ફંડો-એફપીઆઈઝની શેરોમાં સતત નફારૂપી વેચવાલીના પરિણામે આજે રૂપિયા સામે અમેરિકી ડોલર ૨૪ પૈસા ઉછળીને રૂ.૭૪.૫૬ પહોંચી જવા સાથે ફંડોએ ઈન્ડેક્સ સેન્સેક્સ-નિફટી બેઝડ તેજીનો વેપાર વધુ હળવો કરતાં નરમાઈ રહી હતી. અલબત ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફરી વેલ્યુબાઈંગ કરતાં તેજી રહી હતી. કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડોએ આજે ટ્રેડીગની શરૂઆતમાં તેજીના દોરને આગળ વધાર્યો હતો. આ સાથે ચોમાસાની સારી પ્રગતિ અને પાછલા દિવસોમાં કોરોનાને કારણે લોકડાઉનની પરિસ્થિતિ રહેતાં લોકોએ પોતાના અંગત વાહનોમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતાં ખાનગી વાહનોની ખરીદીમાં વૃદ્વિને પરિણામે ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જૂન ૨૦૨૧ મહિનાના આંકડા એકંદર સારી વૃદ્વિના આવતાં આજે ઓટોમોબાઈલ શેરોની આગેવાનીમાં તેજી રહી હતી. આ સાથે હેલ્થકેર ક્ષેત્રે સરકારના પ્રોત્સાહનો-પેકેજના સતત આકર્ષણે હેલ્થકેર-ફાર્મા શેરોમાં તેજીનો ટેકો બજારને મળ્યો હતો. પરંતુ ફંડોએ અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત નરમાઈના પરિણામે આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અને બેંકિંગ-ફાઈનાન્સ, પાવર, ઓઈલ-ગેસ શેરોમાં સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવી થતાં સેન્સેક્સ અંતે ૧૬૪.૧૧ પોઈન્ટ ઘટીને ૫૨૩૧૮.૬૦ અને નિફટી સ્પોટ ૪૧.૫૦ પોઈન્ટ ઘટીને ૧૫૬૮૦ બંધ રહ્યા હતા.
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૭૨૧.૫૦ સામે ૧૫૭૫૫.૦૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં હેલ્થકેર શેરોમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, સિપ્લા, દિવીઝ લેબ.વધી આવતાં અને ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આકર્ષણે અને ઓએનજીસી, એશીયન પેઈન્ટસ, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, ટાઈટન, હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્ઝયુમર, એચસીએલ ટેકનોલોજીમાં આકર્ષણે એક સમયે વધીને ૧૫૭૫૫.૫૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીનેબેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, ઓઈલ-ગેસ, સિમેન્ટ શેરોમાં વેચવાલીએ અને એફએમસીજી શેરોમાં નરમાઈએ નીચામાં ૧૫૬૬૭.૦૫ સુધી આવી અંતે ૪૧.૫૦ પોઈન્ટ ઘટીને ૧૫૬૮૦ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના જૂન ૨૦૨૧ મહિનાના વેચાણના આંકડા એકંદર સારા આવતાં અને કોવિડના કારણે વાહનોની ખરીદી વધતાં નાણાકીય વર્ષ ૨૦૨૨માં ટુ-વ્હીલરના વેચાણમાં ૧૨ થી ૧૪ ટકા વૃદ્વિના રેટીંગ એજન્સી ઈકરાના અંદાજે ફંડોની આજે ઓટો શેરોમાં પસંદગીની લેવાલી રહીહતી. બજાજ ઓટો રૂ.૭૫.૮૫ વધીને રૂ.૪૨૦૯, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૩.૭૫ વધીને રૂ.૨૨૭૪.૯૦, ટાટા મોટર્સ રૂ.૪.૬૫ વધીને રૂ.૩૪૪.૨૦, મધરસન સુમી રૂ.૨.૮૦ વધીને રૂ.૨૪૪.૯૦, બોશ રૂ.૧૬૨.૩૫ વધીને રૂ.૧૫૧૯૬.૨૫, મારૂતી સુઝુકી રૂ.૭૬.૨૦ વધીને રૂ.૭૫૯૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૨.૧૫ વધીને રૂ.૧૧૭૭.૪૦, એમઆરએફ રૂ.૭૧૨.૮૫ વધીને રૂ.૮૦૭૭૦.૨૫, ટીવીએસ મોટરની જૂનમાં નિકાસ બમણી થતાં શેર રૂ.૪ વધીને રૂ.૬૨૪.૨૫ રહ્યા હતા.
ડોકટર્સ દિવસના ડો.રેડ્ડીઝ રૂ.૧૩૮ ઉછળીને રૂ.૫૫૫૯ નવી ઊંચાઈએ : આઈરીસ, ઈન્દ્રપ્રસ્થ મેડી, વોખાર્ટ, મેક્સ હેલ્થ વધ્યા
ડોકટર્સ દિવસના આજે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં વ્યાપક તેજી રહી હતી. આઈરીસ રૂ.૬૧.૩૫ ઉછળીને રૂ.૭૬૮.૮૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૩.૮૫ વધીને રૂ.૮૮.૦૫, વોખાર્ટ રૂ.૨૨.૭૫ વધીને રૂ.૫૪૦.૫૦, મેક્સ હેલ્થ રૂ.૮.૮૫ વધીને રૂ.૨૬૩.૮૫, યુનિકેમ લેબ રૂ.૧૦.૪૦ વધીને રૂ.૩૨૮.૩૦, વિમતા લેબ રૂ.૮.૩૦ વધીને રૂ.૨૭૩.૬૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૧૩૮.૮૦ વધીને રૂ.૫૫૫૯.૧૫, અપોલો હોસ્પિટલ રૂ.૬૫.૮૫ વધીને રૂ.૩૬૮૪, જેબી કેમિકલ્સ રૂ.૨૭ વધીને રૂ.૧૬૯૦, સિપ્લા રૂ.૬.૩૦ વધીને રૂ.૯૭૮.૨૫, સન ફાર્મા રૂ.૯.૨૫ વધીને રૂ.૬૮૪.૭૫, દિવીઝ લેબ રૂ.૨૯.૧૫ વધીને રૂ.૪૪૩૫, એફડીસી રૂ.૪.૭૫ વધીને રૂ.૪૧૭.૯૫ રહ્યા હતા.
ડોલર ૨૪ પૈસા ઉછળ્યો છતાં આઈટી શેરોમાં વેચવાલી : ઈન્ફોસીસ, આઈડીયા, વિપ્રો, ટેક મહિન્દ્રા, માઈન્ડટ્રી ઘટયા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૪ પૈસા ઉછળ્યા છતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. આઈડીયા વોડાફોનમાં કંપનીની ચોથા ત્રિમાસિકમાં જંગી ખોટ અને કંપની ફંડિંગ મેળવવામાં નિષ્ફળ રહી હોવાના નેગેટીવ સમાચારે શેર ૮૮ પૈસા તૂટીને રૂ.૯.૦૭ રહ્યો હતો. ઈન્ફોસીસ રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૧૫૬૦.૪૫, વિપ્રો રૂ.૬.૨૫ ઘટીને રૂ.૫૩૯.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૧૦૮૪, માઈન્ડટ્રી રૂ.૨૫.૯૦ ઘટીને રૂ.૨૫૭૫, એેલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૩૨.૬૦ ઘટીને રૂ.૪૦૩૫ રહ્યા હતા.
રેણુકા સુગર, બજાજ હિન્દુસ્તાન સુગર, અવધ સુગરમાં તેજી : ઈઆઈડી પેરી, બ્રિટાનીયા, ટાટા કોફી, ગોદરેજ એગ્રો ઘટયા
એફએમસીજી શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ઈઆઈડી પેરી રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૪૧૫.૪૦, ફયુચર કન્ઝયુમર રૂ.૯.૫૯, બ્રિટાનીયા રૂ.૫૬.૭૫ ઘટીને રૂ.૩૫૯૩.૫૫, ટાટા કોફી રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૮૪.૬૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૪.૭૦ ઘટીને રૂ.૪૦૯.૮૦ રહ્યા હતા. જ્યારે વોટરબેઝ રૂ.૮.૧૦ વધીને રૂ.૧૩૦.૭૫, ગ્લોબસ સ્પિરીટ રૂ.૩૪.૦૫ વધીને રૂ.૭૧૫.૬૦, રેણુકા સુગર રૂ.૧.૯૫ ઉછળીને રૂ.૪૧.૩૦, બજાજ હિન્દુસ્તાન સુગર ૯૯ પૈસા વધીને રૂ.૨૧.૪૫, અવધ સુગર રૂ.૭.૯૫ વધીને રૂ.૫૦૧.૩૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૭.૧૫ વધીને રૂ.૨૪૭૬.૭૫ રહ્યા હતા.
પાવર મેક, એનડીઆર ઓટો, સાન્કો ટ્રાન્સ, સિકા ઈન્ટરપ્લાન્ટ, સાટિયા ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા ગ્લાયકોલ, મલ્ટિબેઝ ઉછળ્યા
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ લેવાલી કરતાં તેજીમાં આજે પાવર મેક રૂ.૧૫૦.૨૦ ઉછળીને રૂ.૯૦૧.૨૫, એનડીઆર ઓટો રૂ.૫૭.૧૫ ઉછળીને રૂ.૩૪૨.૯૦, સાન્કો ટ્રાન્સ રૂ.૫૧.૫૫ ઉછળીને રૂ.૩૦૯.૪૫, ફલુડોમેટ રૂ.૨૧.૪૦ ઉછળીને રૂ.૧૨૮.૬૦, સાટિયા ઈન્ડસ્ટ્રીઝને મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સબુક બોર્ડ તરફથી અંદાજીત ૬૦ કરોડનો ૭૦૦૦ એમટી પેપર સપ્લાય માટેનો ઓર્ડર મળ્યાનું જાહેર થતાં એચએનઆઈ, ઈન્વેસ્ટમેન્ટ ખરીદીએ શેર રૂ.૫ ઉછળીને રૂ.૧૦૧.૨૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૧૦૫ ઉછળીને રૂ.૭૪૭.૦૫, મલ્ટિબેઝ રૂ.૩૬.૯૦ ઉછળીને રૂ.૨૭૭.૪૫, કોઠારી પ્રોડક્ટસ રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૧૩૯.૨૦, સિકા ઈન્ટરપ્લાન્ટ સિસ્ટમ્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.૫૩.૩૭ લાખથી વધીને રૂ.૩૫૫.૫૧ લાખ અને આવક રૂ.૬.૫૦ કરોડથી વધીને રૂ.૨૨.૪૩ કરોડ થતાં શેર રૂ.૬૦.૧૦ ઉછળીને રૂ.૫૦૦.૮૦, હાઈટેક ગીયર રૂ.૩૦.૬૦ વધીને રૂ.૩૦૪.૨૫, ન્યુક્લિયસ સોફટવેર રૂ.૬૯.૯૫ વધીને રૂ.૭૦૧.૫૦,
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ : ૧૫૯૪ શેરો પોઝિટીવ બંધ : ૪૧૪ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ફરી ઉછાળે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યા સાથે આવેલા આંચકાની સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે નફારૂપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. અલબત સંખ્યાબંધ શેરોમાં આજે ઘટાડે ફરી વેલ્યુબાઈંગ નીકળ્યું હતું. બીએસઈમાં ટ્રેડીંગ થયેલી કુલ ૩૩૩૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૯૪ અને ઘટનારની સંખ્યા ૧૬૧૬ રહી હતી. ૪૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૩૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૨૪૫.૨૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૩૯૫.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૬૪૧.૦૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૮૦.૬૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૭૨૧.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૪૦.૮૮ કરોડની વેચવાલી થઈ હતી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268