સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે થતા ખનીજ ખનનને પકડવા માટે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મૂળી-સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ લીંબડી સાયલા હાઇવે પરથી ૦૯ વાહનો સાથે રૂ. ૦૨ કરોડનો મુદામાલ સીઝ કરાતા ખનીજ ચોરી અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
…સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારી વિપુલ સોલંકીની સૂચનાથી તપાસ ટીમ સંજયસિંહ મસાણી, સાહિલભાઈ પટેલ તથા નૈતિકભાઈ કણજારિયા દ્વારા આકસ્મિક ચેકીંગ કરતા ખનીજ ચોરોમાં દોડધામ મચી હતી અને મૂળી-સુરેન્દ્રનગર રોડ ખાતે ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ વહન કરતા ૦૫ ડમ્પર પકડી પાડી જેને સીઝ કરી જોરાવરનગર પોલીસ સ્ટેશન હવાલે કરાયા હતા. તેમજ વધુમાં ૦૧ બ્લેકટ્રેપ ખનીજ ઓવરલોડ વહન અંગે વઢવાણ પાસે પસાર થતું ડમ્પર પકડી વઢવાણ પોલીસ સ્ટેશન કબ્જો સોંપચામાં આવ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારે સાયલા-લીંબડી હાઇવે ખાતે તપાસ સમયે ૦૩ ટ્રકો બ્લેકટ્રેપ ગેરકાયદેસર રીતે વહન અંગે પકડી લીંબડી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલા હતા. આમ કુલ અલગ અલગ વિસ્તારમાંથી ૦૯ વાહનો પકડી સીઝ કરીને અંદાજે કુલ રૂ. ૦૨ કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ખાણ ખનીજ વિભાગની અચાનક રેઇડ થી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.