કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારે શિક્ષકોની યોગ્યતા પાત્ર પરીક્ષા ના સર્ટિફિકેટની માન્યતા 7 વર્ષથી વધારીને આજીવન કરી નાખી છે. પોખરિયાલે કહ્યું કે શિક્ષણનાં ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે રોજગારી વધારવાનાં હેતુથી તેમજ શક્યતાઓ વધારવા માટે આ એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. શિક્ષણ મંત્રાલય નાં નિવેદન મુજબ આ ફેંસલો 10 વર્ષ પહેલેથી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે 2011 પછી જેમના પ્રમાણપત્રની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે તે પણ હવે શિક્ષક ભરતી પરીક્ષા માટે માન્ય ગણાશે.
આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારનો નાસ્તો કરવો અત્યંત જરૂરી છે .
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’ નાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રિત શાસિત પ્રદેશ અને તેના સંબંધિત રાજ્ય સરકાર તે ઉમેદવારોને નવા TET સર્ટિફિકેટ આપવાની કામગીરી કરે કે જેમની મર્યાદા 7 વર્ષ સુધીની હતી. શિક્ષક એલીજીબિલીટી એક્ઝામ એક વ્યક્તિ માટે શિક્ષકનાં રૂપમાં કરવામાં આવેલી નિયુક્તિ માટેની પાત્રતાઓ પેકીની એક છે.
સરકારી શિક્ષક બનવા માટેની ઈચ્છા ધરાવનારા ઉમેદવારો માટે આ સૌથી મોટા ખુશખબર છે. વર્ષ 2011થી TETનાં સર્ટિફિકેટની મર્યાદા લાઈફટાઈમ કરી નાખવામાં આવતા તેમને રાહત રહેશે. શિક્ષણ પ્રધાનનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી ટીચીંગનાં ક્ષેત્રમાં કરિયર બનાવવા વાળા લોકો માટે આ ફાયદો કરાવશે. આ અંગે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિક્શન પણ બહાર પાડવામાં આવ્યું છે.