રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, કુંભ મેળામાં જઈને આવેલા લોકોને પહેલા આઈસોલેટ કરવામાં આવશે.
કુંભ મેળામાં જઈને આવેલા લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈ પણ રાજ્યમાં મેળવી શકશે પ્રવેશ ,તે સિવાય પ્રવેશ વર્જિત રહેશે.
આપને જણાવી દઈએ કે, કુંભમાં હાલ શાહી સ્નાન ચાલી રહ્યા છે.
લોકો આસ્થાની ડુબકી તો લગાવી રહ્યા છે, પણ તેના કારણે જોખમ ખૂબ વધ્યુ છે.હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે.
આ ઘટના બાદ પ્રશાસન આખરે હરકતમાં આવ્યુ છે.
કેટલાય અખાડા પહેલાથી કુંભમાંથી વાપસી કરી રહ્યા છે.
જેને લઈને આજે પ્રધાનમંત્રી મોદીનું પણ મોટુ નિવેદન આવ્યુ છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી.
તમામ સંતોના હાલચાલ જાણ્યા. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.