પંજાબમાં કોંગ્રેસ સરકારે આ એલાન કર્યુ
બસમાં પ્રવાસ કરવા માટે મહિલાઓને ભાડું ચૂકવવાની જરુર નહીં રહે. પંજાબમાં કોંગ્રેસ સરકારે આ એલાન કર્યુ છે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કર્યુ. આ શેર કરતા આનંદ થઈ રહ્યો છે કે એક એપ્રિલથી રાજ્યમાં ક્યાં પણ રાજ્ય પરિવહન નિગમની બસથી મહિલાઓ અને છોકરીઓ માટે ફ્રીમાં પ્રવાસ કરી શકશે. મને વિશ્વાસ છે કે પંજાબની મહિલાઓ તરફથી સશક્ત બનાવવાની દિશામાં આ મજબૂત પગલુ રહેશે.
સીએમ એ 5 માર્ચે વિધાનસભા ચૂંટણીમાં તેની જાહેરાત કરી હતી
કેપ્ટન અમરિંદર સિંહે આ મહિનાની શરુઆતમાં મહિલાઓ માટે બસની સેવા ફ્રી કરવાનું એલાન કર્યુ હતુ. જેને કેબિનેટ બેઠકમાં ઔપચારિક રીતે મોહર લાગી ગઈ છે. સીએમ એ 5 માર્ચે વિધાનસભા ચૂંટણીમાં તેની જાહેરાત કરી હતી. આ યોજનાથી રાજ્યમાં 1.31 કરોડથી વધારે મહિલાઓ અને છોકરીઓને લાભ મળશે. 2011ની જનગણના મુજબ પંજાબની વસ્તી 2.77 છે જેમાં 14639465 પુરુષો અને 131 03 873 મહિલાઓ સામેલ છે.
કેવી રીતે મળશે લાભ
આ યોજના અંતર્ગત પંજાબમાં રહેનારી સ્થાનિક મહિલાઓને સ્થાનિક નિકાયો દ્વારા સંચાલિત પંજાબ રોડવેજ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, પંજાબ રોડવેજ બસો અને સિટી બસ સેવાઓ સહિત સરકારી માલિકીની બસોમાં મફત બસ યાત્રાનો લાભ મળી શકે છે. જો કે આ યોજના સરકારી એસી બસો, વોલ્વો બસો અને એચવીએસી બસો પર લાગૂ નથી. આધારકાર્ડ, મતદાન કાર્ડ અને પંજાબમાં નિવાસનું કોઈ અન્ય પ્રમાણ બતાવ્યા બાદ આ સેવાનો લાભ લઈ શકાશે.
કોને મળશે લાભ
આ ઉપરાંત એ તમામ મહિલાઓ જે પંજાબ સરકારની કર્મચારીઓની પારિવારિક સભ્ય છે. અને ચંદીગઢમાં રહેનારી છે અથવા પોતે પંજાબ સરકારની કર્મચારી છે પરંતુ ચંદીગઢમાં રહે છે. તે આનો લાભ ઉઠાવી શકેછે. ઉંમરના કોઈ માપદંડ નથી.