ઈન્ડિયન આર્મીને આજે આર્મી એવિએશન કોર્પ્સના રૂપમાં પ્રથમ મહિલા અધિકારી મળી છે. કેપ્ટન અભિલાષા બરાક આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા બની છે. ભારતીય સૈન્યના જણાવ્યા અનુસાર, અભિલાષાએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે ત્યારબાદ તેને કોમ્બેટ એવિએટર તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં સામેલ કરવામાં આવી છે.અભિલાષા બરાકને ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડેન્ટ આર્મી એવિએશન દ્વારા 36 સેના પાઈલટની સાથે પ્રતિષ્ઠિત વિંગથી સમ્માનિત કરવામાં આવી. સેનાએ જણાવ્યું કે, 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્તિ કરી હતી. પરંતુ બે અધિકારીઓનું જ પાઈલટ એપ્ટીટ્યૂડ બેટરી ટેસ્ટ અને મેડિકલ બાદ પસંદગી થઈ.આ પ્રસંગે આર્મીએ ટ્વિટ કરતા કહ્યં કે, યુવા એવિએટર્સ હવે કોમ્બેટ એવિએશન સ્ક્વોડ્રવમાં પાંખ ફેલાવી રહ્યા છે. ગત વર્ષે જૂનમાં પ્રથમ વખત 2 મહિલા અધિકારીઓની પાઈલટ ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી હતી. આ બંન્નેને નાસિકના કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. સેના અનુસાર, 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં સામેલ થવા ઈચ્છા વ્યક્ત કરી હતી.એવિએશન ડિપાર્ટમેન્ટમાં મહિલાઓને એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ ડ્યૂટીની જવાબદારી આપવામાં આવે છે. પરંતુ હવે આ મહિલા પાઈલટ આ જવાબદારી સંભાળશે. વર્ષ 2018માં વાયુ સેનાની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી ફાઈટર પ્લેન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો