ચીનની એક ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM), Monyએ Mony Mint નામનો એક સ્માર્ટફોન લૉન્ચ કર્યો ચે જે એટલો હળવો અને નાનો છે કે તેને 4G નેટવર્કથી ચાલતા દુનિયાના સૌથી નાના સ્માર્ટફોન કહેવામાં આવી રહ્યો છે. ચીની કંપની Mony ચીન અને હોન્ગકૉન્ગ, બંન્ને જગ્યાએ લોકપ્રિયતા મેળવી રહી છે.
આ ફોનનું પાતળુ ડિઝાઈન તેને દેખાવમાં ઘણો સુંદર બનાવે છે. Mony Mintનું ટચ ડિસ્પ્લે 3-ઈંચનું છે જે એક પામ ફોનથી પણ 0.3-ઈંચ ઓછું છે. ફોનના સાઈડમાં ફક્ત વૉલ્યૂમ અને પાવરના બટન અને એક USB-C પોર્ટ છે.
તેમાં 3GB RAM અને 64GBનું ઈન્ટરનલ સ્ટોરેજ છે. સાથે જ, તેનું આ ઈન્ટરનલ સ્ટોરેજ એક SD કાર્ડ સ્લૉટની મદદથી 164GB સુધી વધારી શકાય છે. Mony Mintમાં કેટલીક એપ્સ પહેલાથી ઈન્સ્ટૉલ્ડ હશે અને આ એક ડ્યુઅલ સિમવાળો સ્માર્ટફોન હશે.
1250mAhની બેટરી સાથે આ ફોન કુલ બેટરી પર 72 કલાક એટલે કે લગભગ 3 દિવસો સુધી ચાલી શકે છે. આ ફોન એન્ડ્રૉઈડ 9 પર ચાલશે.
Mony Mint ઘણાબધા વાયરલેસ નેટવર્ક્સ સાથે કામ કરી શકશે જે તેનું સૌથી ખાસ ફીચર છે. આ ફીચરની મદદથી યુઝર્સ તે જગ્યાઓ પર પણ વાયરલેસ કૉલ્સ કરી શકશે જ્યાં નેટવર્કની સમસ્યા હોય કે જ્યાં નેટવર્ક ન આવતું હોય.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268