શનિવારે ગુજરાત પોલીસે એક મુખ્ય ડુપ્લિકેટ રીમડેસિવીર બનાવતી રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને મોરબી, અમદાવાદ અને સુરત એમ ત્રણ શહેરોમાંથી સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પોલીસે છેલ્લા દસ-પંદર દિવસમાં 60,000 થી વધુ ખાલી શીશીઓ, 30,000નકલી સ્ટીકરો અને 90 લાખથી વધુની રોકડ કબજે કરી હતી.
આરોપીઓ એન્ટી વાઇરલ દવા, જે કોરોનાવાયરસ કેસની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે, ની અછતનો લાભ લઈ રહ્યા છે.
મોરબી પોલીસને બે શખ્સો શંકાસ્પદ રીતે બ્લેક માર્કેટમાં બનાવટી રીમડેસિવીરના ઇન્જેક્શન વધુ કિંમતે વેચતા હોવાની બાતમી મળી હતી.
વિશિષ્ટ માહિતીના આધારે પોલીસે મોરબીના રહેવાસી રાહુલ કોટેયા અને રવિરાજ હિરાણીની ધરપકડ કરી હતી અને નકલી ઇન્જેક્શન અને રૂ 2.1 લાખની રોકડ મળી આવી હતી, જે તેઓએ કથિત રૂપે બનાવટી ઈંજેકશન વેચીને ભેગા કર્યા હતા.
પુછપરછમાં આ બંનેએ પોલિસને જણાવ્યું હતું કે તેઓને અમદાવાદના જુહાપુરા ખાતે રહેતા વ્યક્તિઓ પાસેથી બનાવટી ઈંજેકશનનો માલ લેતા હતા.
આ માહિતીને પગલે મોરબી પોલીસને મોહમ્મદ આશિમ ઉર્ફે આશિફ અને રમીઝ કાદરી તરફ દોરી ગઈ હતી.
અમદાવાદ ડીટેકશન ઓફ ક્રાઈમ બ્રાંચની સહાયથી પોલીસે બંનેને પકડી તેમની પાસેથી 1,170 ઇન્જેક્શન અને 17.37 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
તેમની પૂછપરછમાં મોરબી પોલીસ તપાસકર્તાઓને સુરત જિલ્લાના ફાર્મહાઉસ લઈ ગયા હતા.
સુરત ગ્રામીણ પોલીસની મદદથી મોરબી પોલીસ ટીમે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કહેવાતો સુરતનો રહેવાસી કૌશલ વોરા અને તેના સાથી મુંબઇ નિવાસી પુનિત તલાલ શાહની ધરપકડ કરી હતી.
“આરોપીઓ ભાડાના ફાર્મહાઉસ લઈ ગયા હતા અને છેલ્લા 10 થી 15 દિવસથી ડુપ્લિકેટ ઇંજેક્શન બનાવવામાં સામેલ હતા. તે એક મિની ફેક્ટરી જેવું હતું. અમે રીમડેસિવીરના 30,000 સ્ટીકરો અને 60,000 થી વધુ ખાલી શીશીઓ કબજે કરી છે,” મોરબી જિલ્લા અધિક્ષકએ જણાવ્યું હતું.
દરમિયાન, રાજ્ય સરકારે શનિવારે કહ્યું હતું કે પોલીસે છેલ્લા મહિનામાં 23 એફઆઈઆર નોંધી છે અને રાજ્યમાં બ્લેક માર્કેટિંગ બદલ 57 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસોમાં સામે આવ્યું છે કે એક ઈંજેક્શન, જેની કિંમત બજારમાં 899 રૂપિયા હોય છે, જે 30,000 રૂપિયા સુધી વેચાય છે.