ઝેરી દારુકાંડ મામલે વધુ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ લઠ્ઠાકાંડ મામલે દર્દીઓના બ્લડ સેમ્પલમાં મિથાઈલ કેમીકલ પીધું હોવાનું સામે આવ્યું છે. જો કે, અગાઉ બ્લડ સેમ્પલમાં ઈથાઈલ હોવાની આશંકા હતી પરંતુ મિથાઈલની વાત સામે આવતા વધુ શંકા પ્રબળી છે. અત્યારે અમદાવાદ, બરવાડા અને ભાનગર સહીતની હોસ્પિટલોમાં 87 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ગઈકાલથી આ ઝેરી દારુના કારણે મોતના આ આંકડાઓ સામે આવ્યા હતા ત્યારે આજે જે આંકડાઓ સામે આવ્યા છે. તેમાં અતિગંભીર આંકડાઓ સામે આવ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જો દર્દીઓએ દારૂ પીધો હોય તો તેમના બ્લડ સેમ્પલમાં ઈથાઈલ આવ્યું હોત પરંતુ તમામ દર્દીઓના બ્લડ રીપોર્ટમાં ઈથાઈલ નહીં પરંતુ મૃત્યુ પામ્યા અને જે હોસ્પિટલમાં છે તેમના બ્લડ રીપોર્ટની અંદર મિથાઈલ કેમિકલ મળી આવ્યું છે. ખાસ કરીને મિથાઈલ કેમિકલને પાણીમાં ભેળવવામાં આવે છે પાણીમાં ઉમેરી પીવડવવામાં આવ્યું છે તેવું કહી શકાય. બ્લડ રિપોર્ટમાં મિથાઈલની માત્રા છે. તેવી વિગતો પણ સૂત્રો તરફથી મળી રહી છે.