કોવિડના વધતા જતા કેસોને કારણે કંગના રાનાઉત સ્ટારર થલાવીની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ ૨૩ એપ્રિલે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની હતી. ફિલ્મના નિર્માતાઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તમે લાઇવ ટ્રેલર માટે બતાવેલા જબરદસ્ત પ્રતિસાદ અને બિનશરતી પ્રેમ માટે અમે ખૂબ આભારી છીએ. ફિલ્મની ટીમનો આભાર માનતા એક નિવેદનમાં તેમણે લખ્યું કે, “એક ટીમ તરીકે, અમે આ ફિલ્મ બનાવવામાં ખૂબ બલિદાન આપ્યું છે અને આ પડકારજનક પરંતુ નોંધપાત્ર પ્રવાસમાં અમારો ટેકો આપનારા કાસ્ટ અને ક્રૂના દરેક સભ્યનો આભાર માનું છું.”
મેકર્સે કહ્યું કે કોવિડ-૧૯ કેસોમાં ભયજનક વૃદ્ધિ, સાવચેતી અને લોકડાઉનને કારણે અમારી ફિલ્મ ૨૩ એપ્રિલે રિલીઝ થવાની તૈયારીમાં હોવા છતાં અમે સરકારના નિયમોને ટેકો આપવા માંગીએ છીએ અને થલાવીની રજૂઆત મોકૂફ રાખવાનો ર્નિણય લીધો છે. આ ફિલ્મનું દિગ્દર્શન એ.એલ. વિજયે કર્યું છે. આ ફિલ્મમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્યશ્રી જેવા કલાકારો પણ છે.
Trending
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પ કયા બાઇબલમાંથી શપથ લેશે? તેમની માતા સાથે પણ ખાસ છે સંબંધ
- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો ચીફ જસ્ટિસ સાથે ઝપાઝપી, તેમને ‘બહુ બોલકા જજ’ પણ કહ્યા