પૈસા કમાવવા માટે પણ પૈસાની જરૂર પડે છે. પરંતુ સૌથી વધારે જરૂર હોય છે જમા કરેલા પૈસાનું ક્યાં રોકાણ કરવામાં આવે જેથી તે તમને વધારે નફો આપી શકે. જો તમે રિસ્ક ફ્રી રહીને પૈસા કમાવવા ઈચ્છો છો તો તમારી પાસે ઘણા વિકલ્પ છે.
તેમાંથી એક છે New Pension System, આ સ્કીમમાં રોકાણ કરી તમે પોતાનું ફ્યુચર સારૂ બનાવી શકો છો. NPSમાં જો તમે દરરોજે 50 રૂપિયા બચાવીને પણ લગાવો છો તો રિટાયરમેન્ટ સુધી તમને 34 લાખ રૂપિયા મળશે. તેમાં રોકાણ કરવુ ખૂબ જ સરળ અને ઓછા જોખમ વાળું છે. જોકે NPS એક માર્કેટ લિંક્ડ રોકાણ છે.
NPS એક માર્કેટ લિંક્ડ રિટાયરમેન્ટ ઓરિએન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. આ સ્કીમ હેઠળ NPSના પૈસા બે જગ્યા પર રોકાણ કરવામાં આવે છે. ઈક્વિટી એટલે કે શેર મોર્કેટ અને Debt એટલે કે સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ. NPSના કેટલા પૈસા ઈક્વિટીમાં જશે તે તમારૂ એકાઉન્ટ ખોલતી વખતે જ નક્કી કરી શકાય છે. સામાન્ય રીતે 75 ટકા પૈસા ઈક્વિટીમાં જઈ શકે છે. તેનો મતલબ એ થયો કે તેમાં તમને PPF અથવા EPF સાથે જોડાયેલું વધારે રિટર્ન મળવાની આશા રહે છે.
જો તમારી ઉંમર 25 વર્ષ છે. અને તમે દર મહિને 1500 રૂપિયા NPSમાં રોકાણ કરો છો. એટલે કે એક દિવસના 50 રૂપિયા. 60 વર્ષ બાદ રિટાયરમેન્ટ લેશો. જો એવું માની લેવામાં આવે તો તમે સતત 35 વર્ષ સુધી તેમાં રોકાણ કરો. હવે માની લો કે 10 પરસેન્ટના દરથી તમને રિટર્ન મળશે. તો જ્યારે તમે રિટાયર થાવ તો તમારી કુલ પેન્શન વેલ્થ હશે 34 લાખ રૂપિયા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268