હોન્ડા આગામી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES) 2024માં ગ્રાહક-કેન્દ્રિત ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણીને અનાવરણ કરવાની યોજના ધરાવે છે. જ્યાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હોન્ડા તેના એક્ટિવા સ્કૂટરને ઇલેક્ટ્રિક અવતારમાં રજૂ કરવા જઈ રહી છે. ચાલો જાણીએ હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શું ખાસ હશે?
કંપની નિવેદન
તમને જણાવી દઈએ કે સ્માર્ટ કી સાથે Honda Activa 6Gના તાજેતરના લોન્ચ દરમિયાન કંપનીના પ્રેસિડેન્ટ અને CEO અત્સુશી ઓગાટાએ કહ્યું હતું કે હોન્ડા માર્ચ 2024 સુધીમાં ઇલેક્ટ્રિક સ્કૂટરને રજૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોન્ડા એક્ટિવા પર આધારિત હશે.
કેવું હશે હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર?
કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તેમનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર ફિક્સ્ડ બેટરી પેક સાથે આવશે અને તેની ટોપ સ્પીડ લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
એવું અનુમાન છે કે હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિક સિંગલ ચાર્જ પર લગભગ 100 કિમીની રેન્જ પ્રદાન કરવામાં સક્ષમ હશે. તે TVS iQube, Aither 450X, Bajaj Chatak અને OLa S1 જેવા બજારમાં પહેલેથી જ હાજર સ્કૂટર સાથે સ્પર્ધા કરી શકે છે.
હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિક ક્યારે લોન્ચ થઈ રહી છે?
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની જાન્યુઆરી 2024માં Honda Activa Electric લોન્ચ કરવાની જાહેરાત કરી શકે છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
તાજેતરમાં એક્ટિવામાં એક મોટું અપડેટ આવ્યું હતું.
હોન્ડાએ તાજેતરમાં હોન્ડા સ્માર્ટ ટેક્નોલોજી સાથે 2023 એક્ટિવા લોન્ચ કરી છે. કંપની તેને Honda Smart Technolog સાથે ત્રણ વેરિઅન્ટ્સમાં વેચી રહી છે – સ્ટાન્ડર્ડ, ડીલક્સ અને સ્માર્ટ. ત્રણેયની એક્સ-શોરૂમ કિંમત અનુક્રમે રૂ. 74,536, રૂ. 77,036 અને રૂ. 80,537 રાખવામાં આવી હતી.