રોયલ એનફિલ્ડ ( Royal Enfield ) ની બાઈક ભારતીય બજારમાં ઘણી લોકપ્રિય છે. હવે બ્રિટિશ ઓટોમેકર પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઈલેક્ટ્રિક મોટરસાઈકલના લોન્ચિંગમાં માત્ર થોડા જ દિવસો બાકી છે, પરંતુ તે પહેલા આ ઈવીનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ તસવીર MCN દ્વારા શેર કરવામાં આવી છે. Royal Enfield Electricનું આ મોડલ બાઇકનું પ્રોટોટાઇપ બની શકે છે.
રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક ક્યારે લોન્ચ થશે?
બાઇક મેન્યુફેક્ચરિંગ કંપનીએ હાલમાં જ રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક ( Royal Enfield Launch 2024 ) વિશે એક ટીઝર શેર કર્યું હતું, જેમાં ઓટોમેકરે 4 નવેમ્બરની ખાસ તારીખ આપી છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ EV આ દિવસે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. બાઇક નિર્માતાએ આ બાઇકની રેન્જ તેમજ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક રેન્જ
રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક ( Royal Enfield First Electric Bike ) આ બ્રાન્ડની અન્ય બાઇક્સની સરખામણીમાં સ્લિમ બોડી સાથે આવી શકે છે. આ EV શહેરની સવારી માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. રોયલ એનફિલ્ડની અન્ય બાઈકની સરખામણીમાં આ મોટરસાઈકલનો દેખાવ પણ અલગ હોઈ શકે છે. Royal Enfieldની આ ઇલેક્ટ્રિક બાઇકની રેન્જ 100 થી 160 કિલોમીટરની વચ્ચે હોઇ શકે છે.
રોયલ એનફિલ્ડ ev ની કિંમત
રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિકની ( RE First Electric Bike ) પાવરટ્રેન અને તેની રેન્જ વાહનની કિંમતમાં વધારો કરી શકે છે. આ EVની કિંમત પરંપરાગત બાઇક કરતાં વધુ હોઈ શકે છે. રોયલ એનફિલ્ડ આ બાઇકમાં ઘણા ફીચર્સનો સમાવેશ કરી શકે છે, જેમાં રાઇડિંગ મોડની સાથે ડ્યુઅલ-ચેનલ ABS પણ સામેલ હોઈ શકે છે. આ મોટરસાઇકલમાં એલોય વ્હીલ્સની સાથે ડિસ્ક બ્રેક પણ મળી શકે છે.
આ પ્રથમ ઈલેક્ટ્રિક બાઈક લૉન્ચ કર્યા બાદ Royal Enfield બજારમાં વધુ મોડલ રજૂ કરી શકે છે. આ પછી રોયલ એનફિલ્ડ હિમાલયનનું ઇલેક્ટ્રિક મોડલ લાવી શકાય છે.