Mumbai News : થોડા સમય પહેલા ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ને વારંવાર ધમકી આપવામાં આવી રહી હતી તેવી જ રીતે ભારતના અગ્રણી એવા વધુ એક મોટા ઉદ્યોગપતિ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા ને ધમકી ભર્યો ફોન મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારી હાલત પણ સાયરસ મિસ્ત્રી Cyrus Mistry જેવી થશે
મુંબઈ પોલીસ Mumbai Police ના કંટ્રોલરૂમમાં આવો ધમકી ભર્યો એક ફોન આવતા મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી અને સધન તપાસ કરતા આરોપી ને પકડી લેવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ દેશના સૌથી જૂના અને સૌથી મોટા વેપારી ગ્રુપ ટાટા ગ્રુપ Tata Group ના પૂર્વ ચેરમેન Chairman Ratan Tata રતન ટાટા ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ પોલીસને એક ફોન કોલ થી આપવામાં આવી છે.
જેને લઈને મુંબઈ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે રતન ટાટા ની સુરક્ષા વધારવામાં આવી છે જોકે ધમકી આપવા વાળા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસ તેની વધુ તપાસ કરી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.
રતન ટાટા Ratan Tata ને ધમકી ભર્યો કોલ મુંબઈ પોલીસના કંટ્રોલરૂમમાં આવતા મુંબઈ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની તપાસ કરવામાં આવી, જેને લઇને તપાસ દરમિયાન ટેલિકોમ કંપનીની મદદથી ધમકી આપવા વાળા શખ્સને પોલીસે શોધી લીધો છે અને એનું હાલનું લોકેશન કર્ણાટક જાણવા મળ્યું છે.
જોકે આ વ્યક્તિ પુનાનો રહેવાસી હોવાથી પોલીસ મુંબઈ પોલીસ તેના પુણે Pune સ્થિત નિવાસ સ્થાન પર પહોંચી અને ત્યાં તપાસ કરતા માહિતી મળી કે ફોન કરવાનો વ્યક્તિ છેલ્લા પાંચ દિવસથી ગુમશુદા છે અને તેની પત્નીએ પુના શહેર પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવેલી છે.
પરિવારજનોની વિશેષ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ધમકી ભર્યો ફોન કોલ કરનાર વ્યક્તિ બીમારીથી પીડિત છે જેથી તે ઘરેથી ફોન લઈ અને ગાયબ થયેલો છે જેને લઈને મુંબઈ પોલીસ Mumbai Police દ્વારા આ બીમારી ગ્રસ્ત વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે જોકે મળતી માહિતી મુજબ આ ફોન કરવા વાળો વ્યક્તિ એમબીએ MBA કરેલો છે
વિઝાના નામે રૂપિયા ખેરવતા લોકો સાવધાન, ખાનગી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં CID
IPLમાં કેપ્ટન તરીકે રોહિત શર્માનો આ રેકોર્ડ તોડવો મુશ્કેલ, ધોની અને હાર્દિક પણ ઘણા પાછળ