Honda Cars India દ્વારા અપડેટેડ Amaze ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7 લાખ 99 હજાર 900 રૂપિયા રાખવામાં આવી છે. આ અપડેટેડ સેડાન 3 વેરિઅન્ટ અને એક પેટ્રોલ એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ કારમાં એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવા ફીચર્સ પણ સામેલ કર્યા છે.
Honda Amazeના ઓટોમેટિક CVT વેરિઅન્ટની કિંમત 9.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટોપ-એન્ડ Amazeની કિંમત 10.89 લાખ રૂપિયા છે. આમાં તમને 6 કલર અને ત્રણ વેરિઅન્ટ મળે છે. નવી પેઢીના અમેઝ સિટી પ્લેટફોર્મ પર આધારિત છે, જ્યારે તેની સ્ટાઇલ પણ એલિવેટ અને સિટીથી પ્રેરિત છે.
હોન્ડા અમેઝ દેખાવ અને ડિઝાઇન
હોન્ડા અમેઝ દેખાવ અને ડિઝાઇનના સંદર્ભમાં એકદમ અપડેટ છે. કંપનીની કારના ડાયમેન્શન પણ બદલવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે કારના ડાયમેન્શનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર પાછલી પેઢીના મોડલ કરતાં પહોળી થઈ ગઈ છે. આ સિવાય Honda Amazeમાં 416 લિટરની ટોપ ક્લાસ બૂટ સ્પેસ ઉપલબ્ધ છે.
હવે વાત કરીએ પાવરટ્રેન વિશે, જેમાં કંપનીએ 1.2 લિટર ક્ષમતાનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 90 પીએસનો પાવર અને 110 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર E20 ઈંધણ પર ચાલશે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સિવાય તેને કન્ટીન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન ઓટોમેટિક ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવી છે.
હોન્ડા અમેઝ પાવરટ્રેન
કંપની દાવો કરે છે કે નવી Honda Amaze નું મેન્યુઅલ વેરિઅન્ટ 18.65 km/litre અને ઓટોમેટિક વેરિયન્ટ 19.46 km/litre સુધીની માઈલેજ આપવા સક્ષમ છે. Honda Amazeના ઈન્ટિરિયરમાં પણ એક મોટું અપડેટ કરવામાં આવ્યું છે. આ કારમાં 8-ઇંચની ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે 7-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટીની સુવિધા પણ છે.