Electric Scooter: દેશમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. જો કે, ઈંધણવાળા વાહનોના વેચાણના આંકડા હજુ પણ સારા છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપી રહી છે ત્યારે ઘણી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે સારી ઑફર્સ પણ આપી રહી છે.
પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી જતા ભાવ પણ ઇલેક્ટ્રિક વાહનોના વધતા વેચાણ પાછળ એક કારણ હોઈ શકે છે. દરમિયાન, જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે કેટલીક બાબતો બરાબર જાણી લેવી જોઈએ. જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા સજાગ રહેશો તો તમને પાછળથી પસ્તાવો નહીં થાય.