OLa અને Okinawa જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. હવે તેમાં Ather Energyની પણ એક ડીલકશીપ શોરૂમમાં આગ લાગી હોવાનું જાણવામાં આવ્યુ છે. જોકે કંપનીનું કહેવું છે કે આ એક નાનકડી ઘટના છે. Ather Energyએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું છે કે- તમે બીજા પાસેથી સાંભળો, તે પહેલા અમે જ તમને જણાવી દઈએ કે ચેન્નઈના અમારા શોરૂમમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આ એક નાનકડી ઘટના છે. આગના કારણે અમારી કેટલીક પ્રોપર્ટી અને સ્કૂટરને નુકસાન પહોંચ્યું છે. સૌભાગ્યથી દરેક કર્મચારીઓ સુરક્ષિત છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. અમારો આ શોરૂમ ટૂંક સમયમાં ફરીથી ખુલી જશે.
જોકે કંપનીએ પોતાના આ ટ્વીટમાં તેનાથી વધારે આગ લાગવાના કારણ અંગે કોઈ માહિતી આપી નથી. ના તો કંપનીના કો-ફાઉન્ડર તરુણ મહેતાએ તેને લઈને કોઈ અપડેટ આપી છે. કંપનીનો આ એક્સપીરિયન્સ સેન્ટર ચેન્નઈના નનગમબક્કમ વિસ્તારમાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગની ઘટનાની જાણ થતા જ ટૂંક સમયમાં બધા કર્મચારીઓને શોરૂમની બહાર કાઢી લીધા હતા. જોકે ધૂંમડાના કારણે કેટલાંક ઈલેક્ટ્રીક સ્કૂટરોને બહાર ન કાઢી શકવાના કારણે તેઓ સંપૂર્ણ રીતે સળગી ગયા હતા. Ather Energy ભલે આગ લાગવાનું મૂળ કારણ નથી બતાવી રહી પરંતુ તેને લઈને લોકો સોશિયલ મીડિયામાં OLa Electrics અને Pure Evના મીમ શેર કરી રહ્યા છે.
સાથે જ કેટલાંક લોકોએ આશંકા જતાવી છે કે Atherના શોરૂમમાં આગ લાગવાનું કારણ કંઈક બીજું જ છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાંક વીડિયો અને ફોટોઝ પણ સામે આવ્યા છે. ઘણા યુઝર્સ આ ઘટના અંગે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે એથરના શો રૂમમાં ઓલાના સ્કૂટરને કોણે પાર્ક કર્યું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે એથરના સ્કૂટરો પણ સેફ નથી, તે પણ બાકીની જેમ સળગી ઉઠે છે. થોડા સમય પહેલા જ Ola electric સ્કૂટરની ડિલીવરી મળ્યાના થોડા દિવસોમાં જ તેનું અચાનક સળગી જવાની ઘટના સામે આવી હતી. આ સિવાય બીજી 2-3 જગ્યાઓએ OLA અને Pure Ev અથવા Okinawaના ઈલેક્ટ્રીક સ્કૂટરોમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી છે. આ ઘટનાઓ પાછળ બેટરી ફાટવાનું કહેવામાં આવી રહ્યું છે. તેવામાં Atherના સ્કૂટરમાં પણ આગ લાગવી ઈલેક્ટ્રીક સ્કૂટરના ભવિષ્ય પર સવાલ ઉઠાવી રહ્યું છે.