Vastu Tips: રત્ન શાસ્ત્ર અનુસાર, કોઈ વ્યક્તિ માટે જન્મના મહિના અનુસાર કેટલાક ખાસ રત્નો ખુબ શુભ માનવામાં આવે છે. દર મહિનાના અલગ અલગ બર્થસ્ટોન હોય છે. માન્યતા છે કે જન્મના મહિના અનુસાર, કેટલાક રત્નોને વિધિ વિધાનથી ધારણ કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિના ઘણા અવસર મળે છે. એવી જ રીતે એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોનો બર્થસ્ટોન હીરો છે. જો કે, જ્યોતિષની સલાહ વગર આ ધારણ કરવાથી બચવું જોઈએ. તો ચાલો જાણીએ એપ્રિલ માસમાં જન્મેલા લોકોને હીરો પહેરવાથી શું લાભ થાય છે અને એને ધારણ કરવાના નિયમો…
હીરો પહેરવાના ફાયદા
એવું માનવામાં આવે છે કે હીરો પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે હીરો પહેરવો ફાયદાકારક માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે તમે હીરો ધારણ શકો છો. કહેવાય છે કે હીરો પહેરવાથી પ્રેમ સંબંધોમાં મધુરતા આવે છે.
તેમજ હીરો પહેરવાથી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોથી રાહત મળે છે. એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો માટે હીરાને ખૂબ જ ભાગ્યશાળી રત્ન માનવામાં આવે છે. હીરો પહેરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. કળા કે લેખન સાથે જોડાયેલા લોકો માટે હીરો પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
હીરો પહેરવાના નિયમો
હીરો પ્લેટિનમ અને સિલ્વર રિંગમાં પહેરવો જોઈએ. શુક્લ પક્ષના શુક્રવારે હીરો પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પહેરતા પહેલા, તેને યોગ્ય રીતે અભિમંત્રિત જરૂર કરો. તેને શુભ બનાવવા માટે તેને ગંગા જળ અને કાચા દૂધમાં બોળીને રાખો. પછી તેને રિંગ ફિંગરમાં પહેરો.