Vastu Tips : કેટલાક લોકો ઘરને સજાવવા માટે લાફિંગ બુદ્ધા મુકતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ લાફિંગ બુદ્ધાનું વાસ્તુ અનુસાર અનેક રીતે મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં રાખવાથી ભાગ્ય, ધન અને સમુદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તમે મુકો છો તો હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. આ સાથે ધનની પ્રાપ્તિ થાય છે. પરંતુ કેટલાક લ કો ઘરમાં ખોટી જગ્યાએ લાફિંગ બુદ્ધા મુકી દે છે જેના કારણે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. નેગેટિવ એનર્જીથી લઇને પૈસાની તકલીફ પડી શકે છે. તો જાણો વાસ્તુ અનુસાર ઘરમાં કઇ જગ્યાએ લાફિંગ બુદ્ધા મુકી શકો નહીં.
વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈમાં પણ ઘણી એવી વસ્તુઓ ઉપલબ્ધ છે જેના દ્વારા આપણે આપણા ઘર કે દુકાનમાં ઉત્પન્ન થતાં દોષોને દૂર કરી શકીએ છીએ. લાફિંગ બુદ્ધા તેમાંથી એક છે. લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે. તેની મૂર્તિ આપણે આપણા ઘરમાં, દુકાનમાં રાખી શકીએ છીએ.
આ જગ્યાએ લાફિંગ બુદ્ધા મુકશો નહીં
જમીન પર ના રાખો
લાફિંગ બુદ્ધાને ક્યારેય જમીન પર મુકશો નહીં. અનેક લોકો ઘરમાં જમીન પર રાખતા હોય છે. જમીન પર મુકવાથી વ્યક્તિને અશુભ ફળ મળી શકે છે. આ માટે હંમેશા લાફિંગ બુદ્ધાને ઊંચી જગ્યા પર મુકો. આ જગ્યા પર મુકવાથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે અને સાથે નેગેટિવિટી દૂર થાય છે.
ચંપલના સ્ટેન્ડ પાસે
લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યારેય પણ ચંપલ તેમજ એના સ્ટેન્ડની પાસે મુકશો નહીં. આ જગ્યાએ મૂર્તિ મુકવાથી ઘરમાં નેગેટિવિટી આવે છે અને સાથે દરિદ્રતાનો વાસ થાય છે.
બાથરૂમની પાસે તેમજ રસોડામાં
ઘરના બાથરૂમની પાસે અને રસોડામાં લાફિંગ બોદ્ધા મુકશો નહીં. આ જગ્યા પર મુકવાથી ઘરમાં ક્લેશ વધી શકે છે. આ સાથે પૈસાની તકલીફ પડી શકે છે.
વિજળીના ઉપકરણોં પાસે
લાફિંગ બુદ્ધા ક્યારેય વિજળીના ઉપકરણો સાથે મુકશો નહીં. વિજળીના ઉપકરણોંમાંથી નિકળતી ઉર્જાને કારણે આ મૂર્તિની નેગેટિવિટી વધી શકે છે.