Astrology News: વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ જો સુતા પહેલા અમુક કામ કરી લે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. રાત્રે સુતા સમયે માતા લક્ષ્મી વિચરણ કરે છે. માટે રાત્રે સુતા પહેલા મુખ્ય દ્વાર અને તેની આસપાસ સાફ સફાઈનું ધ્યાન રાખો.
સાફ સફાઈ
માતા લક્ષ્મીને ગંદકી બિલકુલ પસંદ નથી. જો તમારા ઘરમાં સફાઈ નથી તો માતા લક્ષ્મી ક્યારેય પણ આવા ઘરમાં વાસ નહીં કરે.
ઉત્તર દિશા
વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ ભગવાન કુબેરની દિશા છે. વાસ્તુ અનુસાર સુતા પહેલા આ દિશાને સાફ કરી દો. સાથે જ આ બાજુ તિજોરી મુકો જેનાથી ધનમાં વૃદ્ધિ થશે.
પૂજા સામગ્રી
સવારની પૂજા માટે ફૂલ, ફળ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કર્યો છે તો તેને રાત સુધી મંદિરમાં ન રહેવા દો. તેને શુભ નથી માનવામાં આવતું. માટે સંધ્યા આરતી બાદ વાસી ફૂલ લઈ લો સાથે જ પાણીના કળશને લઈ લો તેમાં પાણી બદલી ફરી તેને ત્યાં મુકો.
કપૂર
ઘરમાં નેગેટિવ એનર્જી વધારે લાગતી હોય તો રાત્રે સુતી વખતે કપૂરની સાથે લવીંગ નાખીને સળગાવો. વાસ્તુ અનુસાર એવું રોજ કરવાથી વ્યક્તિના ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે.