ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 13 નવેમ્બર અને 20 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. અહીં 2.6 કરોડ મતદારો છે. ઝારખંડમાં 29 હજાર 562 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં 24 હજાર 520 બૂથ ગ્રામીણ વિસ્તારોમાં હશે.
ઝારખંડ વિધાનસભા બેઠક
- બે તબક્કાની ચૂંટણી
- મતદાન- 13 નવેમ્બર, 20 નવેમ્બર
- સામાન્ય બેઠક – 44
- SC-09
- ST-28
- પરિણામો- 23 નવેમ્બર
- બહુમતીનો આંકડો- 41
ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, તાજેતરમાં અમે આ બે રાજ્યો (મહારાષ્ટ્ર અને ઝારખંડ)ની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યાં સ્ટોક લીધો. મતદાનની ટકાવારી વધારવા માટે અમે વૃદ્ધ મતદારોને સુવિધા પુરી પાડી છે. મતદાન સમયે કેટલીક ખુરશીઓ મતદાન લાઇનમાં મુકવામાં આવશે. જેથી વૃદ્ધોને રાહત મળી શકે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
47 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો પર પેટાચૂંટણી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ ચૂંટણી પંચે દેશના વિવિધ રાજ્યોમાં 48 વિધાનસભા સીટો અને 2 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. જેમાં 13 નવેમ્બરે 47 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાશે. આ સિવાય કેદારનાથ વિધાનસભા સીટ અને કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.