તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોકપ્રિય સિટકોમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ નું પાત્ર દિલીપ જોશી પહેલાં અભિનેતા રાજપાલ યાદવ ને ઓફર કરવામાં આવ્યું હતું. રાજપાલ યાદવને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પુષ્ટિ કરી કે તેમને જેઠાલાલની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. પરંતુ તેણે તે ભૂમિકા નકારી.
રાજપાલ યાદવે આ વાતનો ખુલાસો એક શોમાં કર્યો હતો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત 28 જુલાઈ, 2008 ના રોજ કરવામાં આવી હતી અને તે એક અઠવાડિયા પછી 13 વર્ષ પૂર્ણ થવા જઇ રહી છે. આ શોમાં જેઠાલાલની ભૂમિકા દિલીપ જોશી ભજવે છે. દિલીપ જોશીને ‘જેઠાલાલ’ બનીને જે સ્ટારડમ મળ્યું, તે વર્ષોની તેમની ફિલ્મી કારકીર્દિમાં મેળવી શક્યા નહીં. આજે દરેક તેને વાસ્તવિક જીવનમાં પણ ‘જેઠાલાલ’ કહે છે.
1999 માં ફિલ્મ ‘દિલ ક્યા કરે’ માં એક વોચમેનની ભૂમિકાથી કારકિર્દીની શરૂઆત કરનાર રાજપાલ યાદવે જાતે જ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી. રાજપાલ યાદવ તેમના જબરદસ્ત કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. ‘ચુપ ચૂપકે’, ‘ગરમ મસાલા’, ‘હંગામા’, ‘ફિર હેરા ફેરી’ અને ‘ઢોલ’ જેવી ઘણી ફિલ્મોમાં પ્રેક્ષકોને તેમની કોમેડી ખુબ પસંદ આવી હતી. તે બોલિવૂડના ટોપ કોમેડી સ્ટાર્સમાં ગણાય છે.
આ અભિનેતાઓને જેઠાલાલની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી
યોગેશ ત્રિપાઠી
યોગેશ ત્રિપાઠી ભાબીજી ઘર પર હૈં માં તેમની ભૂમિકા માટે જાણીતા છે. તેમને જેઠાલાલની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી.
અલી અસગર
અલી એ એક સફળ ટેલિવિઝન કલાકાર છે અને તેમને કહાની ઘર ઘર કી, કુટુંબ, કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ માટે જાણીતા છે. જો કે, જ્યારે તેમને આ પાત્ર ઓફર કરવામાં આવ્યું, ત્યારે અભિનેતાએ તે કરવાનો ઇનકાર કર્યો હતો.
કિકુ શારદા
ધ કપિલ શર્મા શોમાં તેમની ભુમિકા બચા યાદવ માટે ફેમસ કિકુ શારદાને પણ જેઠાની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ના પાડી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268