ચીને આજે ક્વિંગડો ખાતે ફાસ્ટેસ્ટ મેગ્લેવ (મેગ્નેટિક લેવિટેશન) ટ્રેન લોન્ચ કરી છે. ચીનના દાવા પ્રમાણે તેની સ્પીડ કલાકના 600 કિલોમીટર છે. એટલે કે એ અમદાવાદથી રવાના થાય તો પોણા બે કલાક કરતાં ઓછા સમયમાં દિલ્હી પહોંચાડી દે. અત્યાર સુધી કોઈ દેશે આટલી ઝડપી ટ્રેન લોન્ચ કરી નથી. માટે ચીનની આ ટ્રેન ધરતી પરના સૌથી ઝડપી વાહનનો રેકોર્ડ સ્થાપશે. જોકે આ ટ્રેન ચલાવવા માટે ચીન પાસે અત્યારે ટ્રેક નથી. માટે ક્યાં ચલાવશે એ મોટો પ્રશ્ન છે. મેગ્લેવ ટ્રેન સામાન્ય કે હાઈ-સ્પીડ ટ્રેનના ટ્રેક પર ચાલી શકતી નથી.
Superfast! China has unveiled the world’s first high-speed maglev train capable of speeds of up to 600 km/h. #GLOBALink pic.twitter.com/uPsVO6PRoS
— China Xinhua News (@XHNews) July 20, 2021
મંગળવારે ચીને આ ટ્રેન પરથી પડદો હટાવી ખુલ્લી મુકી હતી. જોકે હજુ તેને ક્યાં દોડાવાઈ તેની સ્પષ્ટતા ચીને કરી નથી. આ ટ્રેન ધારો કે બિજિંગથી શાંઘાઈ વચ્ચે દોડાવાય તો હજાર કિલોમીટરનું અંતર બે કલાક કરતાં ઓછા સમયમાં કાપી શકાય. અત્યારે જે ટ્રેન ચાલે છે એ આ બન્ને શહેર વચ્ચે સાડા પાંચ કલાકનો સમય લે છે.
આ ટ્રેન મેગ્લેવ ટેકનોલોજી પર આધારિત છે. ચીન પાસે 1,40,000 કિલોમીટર લાંબુ હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક છે. પરંતુ મેગ્લેવ આધારિત હોય એવી આ પહેલી ટ્રેન છે. મેગ્લેવનો અર્થ મેગ્નેટિક લેવિટેશન થાય છે. ટ્રેનમાં અને પાટા પર ચૂંબક (મેગ્નેટ) ચોંટાડેલા હોય છે. અસમાન ધ્રુવને કારણે મેગ્નેટ એકબીજાથી દૂર રહે એ સિદ્ધાંત જાણીતો છે. એટલે મેગ્લેવ ટ્રેન પાટા પર ઉભી હોવા છતાં પાટાને ક્યારેય સ્પર્શતી નથી. ટ્રેન અને પાટા વચ્ચે હંમેશા અંતર હોય છે. લેવિટેશન શબ્દ ગ્રેવિટેશનનો વિરોધાર્થી છે. ગ્રેવિટેશન-ગુરુત્વાકર્ષણમાં નજીક ખેંચવાનું હોય છે, જ્યારે લેવિટેશનમાં દૂર ધકેલવાનું હોય છે. એટલે ટ્રેન પાટાથી દૂર રહી આગળ ધકેલાય છે.
હાઈ સ્પીડ ટ્રેનના એકથી વધારે પ્રકાર છે. એમાં સૌથી ઝડપી કોઈ પ્રકાર હોય તો એ મેગ્લેવ છે. જાપાન અને જર્મની પણ મેગ્લેવ પર કામ કરી રહ્યા છે. પરંતુ મેગ્લેવનો ખર્ચ આસમાની હોય છે એટલે એ બધા દેશોને તો શું ધનાઢ્ય દેશોને પણ પોસાતી નથી.
જાપાને જોકે એવી ટેકનોલોજી વિકસાવી લીધી છે કે હજાર કિલોમીટર સુધીની ઝડપે ટ્રેન દોડાવી શકાય. તેના વિવિધ પરીક્ષણો થઈ રહ્યા છે. ભવિષ્યમાં જાપાન પણ એ ટ્રેન લોન્ચ કરશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268