રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર
2 તાલુકાઓમાં 4 થી 5.5 ઇંચ સુધી વરસાદ
2 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ
4 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ
15 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ
અન્ય 88 તાલુકાઓમાં 1 ઇંચ સુધી વરસાદ
ગુજરાતમાં હવે મેઘ મહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી સંતાકૂકકડી રમી રહેલો મેઘો આજે રાજ્યમાં ખૂબ મન મુકીને વરસી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમા 2 તાલુકાઓમાં 4થી 5.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 2 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ, 4 તાલુકાઓમાંં 2 થતી 3 ઇંચ, 15 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય 88 તાલુકાઓમાં 1 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતમાં વાદળો જાણે રિસાઈ ગયા હોય તે રીતે વરસાદ જાણે ગાયબ થઈ ગયો હતો. જો કે હવે ગુજરાતમાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ
કપરાડા તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
ધરમપુર તાલુકામાં 4 ઈંચ વરસાદ
ખેરગામ તાલુકામાં 3.5 ઈંચ વરસાદ
ડાંગ જિલ્લાના આહ્વા અને વઘઈ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 2.5 ઈંચ વરસાદ
સોનગઢ અને તિલકવાડા તાલુકામાં 2.5-2.5 ઈંચ વરસાદ
વ્યારા તાલુકામાં પણ 2.5 ઈંચ વરસાદ
ગુજરાતમાં વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહી છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધરમપુર તાલુકામાં 4 ઇંચ, ખેરગામ તાલુકામાં 3.5 ઇંચ, ડાંગ જિલ્લાનાં આહ્વા અને વઘઈ તાલુકામાં 3-3 ઇંચ, સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં 2.5 ઇંચ, સોનગઢ, તિલકવાડા અને વ્યારા તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ નોંધાયો છે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 24.64 ટકા થયો છે. કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 26.70 ટકા, ઉત્તર ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 18.93 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 20.84 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 23.82 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 29.36 ટકા થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં થયો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268