વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અહેવાલ મુજબ, લાંબા સમય સુધી કામના કલાકોથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી જાય છે. જેને કારણે, સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત થઈ રહ્યાં છે. એન્વાયરનમેન્ટ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત WHO અને આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન ના અભ્યાસ મુજબ, વર્ષ 2016માં લાંબા સમય સુધી કામના કરવાથી સ્ટ્રોક અને હૃદયની બીમારીથી 7,45,000 લોકોના મોત થયા. આ આંકડામાં 29 ટકાનો વધારો નોંધાયો છે. ગત મહિને WHOએ આ રિપોર્ટ બહાર પાડ્યો હતો.
આજકાલની દુનિયામાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોની સંખ્યા વધી છે. કોર્પોરેટ દુનિયામાં લોકોએ સતત ઓફિસોમાં કામ કરવું પડે છે. તેમાં પણ મોટા ભાગના લોકોએ પોતાના કામ કોમ્પ્યુટર સામે બેસી કરવાના હોય છે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોની આવક તો સારી હોય છે, પરંતુ સ્વાસ્થ્ય મામલે તેઓ બેદરકારી દાખવતા હોય છે. 8-9 કલાકો સુધી ઓફિસોમાં સતત કામ કરતા લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદભવે છે. એક રિપોર્ટ મુજબ, કલાકો સુધી કામ કરતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે.
કોરોના મહામારીને કારણે મોટા ભાગના લોકો છેલ્લા 1 વર્ષથી ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાને કારણે લોકોનો સ્ક્રિન ટાઈમ વધ્યો છે. WHO અને ILOના અહેવાલો અનુસાર, કામના ભારણથી પુરુષોને સૌથી વધુ અસર થઈ છે. રિપોર્ટ અનુસાર, 45થી 74 વર્ષની વય વચ્ચે દર અઠવાડિયે 55 કલાક અથવા તેથી વધુ સમયથી કામ કરતા પુરુષોમાં મૃત્યુઆંક 72% જેટલો હતો.
સમય સાથે વર્કિંગ આવર્સ વધવાની સાથે જ હાર્ટ એટેકની આશંકા વધી જાય છે. ખાસ કરીને તે લોકોમાં આ અસર જોવા મળે છે જેઓ ધુમ્રપાન કરે છે અને કસરત નથી કરતા. ચેન્નઈના કાર્ડિયેક ઈલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ વિભાગના ડો.ઉલ્હાસ પાંડુરંગીએ કહ્યું કે તણાવનું દિલ પર ભારે અસર પડે છે. એ સ્પષ્ટ છે કે લાંબા સમય સુધી કામ કરવું હૃદયની બીમારીઓને આમંત્રણ છે. આ ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરને બરાબર છે.
ડોક્ટરો પણ માનસિક તણાવ અને હૃદયની બીમારી વચ્ચેના સંબંધ જણાવે છે. મેડિકવર હોસ્પિટલ્સ હૈદરાબાદના કાર્ડિએક ઈલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ ડો.કુમાર નારાયણે જણાવ્યું કે આજકાલ ન માત્ર કામના કલાકો લાંબા થયા છે, પરંતુ કામથી તણાવ પણ વધ્યો છે. વધુમાં કહ્યું કે કામનો સમય વધી જવાનો કારણે તેનું ખરાબ અસર શરીર પર પડે છે. આ કારણે ખાવા-પીવાની ખરાબ આદત પડી જાય છે. સાથે જ ધુમ્રપાન, નિંદર પૂરી ન થવી અને સુસ્તી જેવી સમસ્યાઓ વધી જાય છે. આ તમામ શરીર માટે હાનિકારક છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268