કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસો માટે અનેક ફાયદાકરક યોજનાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ આવી જ એક સુપરહિટ યોજના છે. જે હેઠળ દર મહિને બસ એક રૂપિયો એટલે કે આખા વર્ષમાં ફક્ત 12 રૂપિયા જમા કરીને તમે 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ મેળવી શકો છો. આ યોજના ખુબ ઓછા પ્રીમીયમમાં જીવન વીમો આપે છે.આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંક શાખામાં જઈને પોલીસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ PMSBY યોજનાને ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. આ માટે તમે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓ અને અનેક ખાનગી વીમા કંપનીઓ પણ આ પ્લાન વેચે છે.
PMSBY યોજનાના લાભ માટે કેટલીક શરતો અપાઈ છે. તેનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર 12 રૂપિયા છે એટલે કે મહિનાનું એક રૂપિયો. PMSBY પોલીસીનું પ્રીમીયમ સીધુ જ બેંક એકાઉન્ટમાંથી કપાય છે. આથી બેંકમાં બેલેન્સ રાખવું. આ ઉપરાંત પોલીસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે લિંક કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ વીમો ખરીદનારા ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ થવા પર કે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયા રકમ તેના આશ્રિતને અપાય છે.
નોંધનીય છે કે થોડા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે ખુબ ઓછા પ્રીમીયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. PMSBY નું વાર્ષિક પ્રીમીયમ બસ 12 રૂપિયા જ છે. મે મહિનાના અંતમાં તેનું પ્રીમીયમ ભરવાનું હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તમારા બેંક ખાતામાંથી 31મી મેના રોજ આ રકમ જાતે જ કપાઈ જાય છે. આથી ધ્યાનમાં રાખજો કે જો તમે PMSBY નો લાભ લેતા હોવ તો તમારું બેંક એકાઉન્ટ મે મહિનાની 31મી તારીખે ખાલી ન રાખતા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268