ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે આતુર છે પરંતુ તેઓ મોબાઈલ પરથી પરિણામ જોઈ શકે નહિ. પરિણામ ચેક કરવા માટે તેઓએ ડેસ્કટોપનો જ ઉપયોગ કરવો પડશે. સાથે જ વિદ્યાર્થીઓને હાલમાં માર્કશીટ આપવામાં નહીં આવે. પરંતુ આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હશે તો 15 દિવસમાં જ પોતાનું પરિણામ બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.
સવારે 8 વાગ્યે તેની ઘોષણા કરવામાં આવ્યાં. હાલ ફક્ત સાયંસ સ્ટ્રીમનું રિઝલ્ટ આવી રહ્યું છે. સાયંસ સ્ટ્રીમના કુલ 1.40 લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જઇને રિઝલ્ટ ચેક કરી શકે છે. આ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરના પગલે પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. ગુજરાત બોર્ડના નિયમ અનુસાર એક વિદ્યાર્થીને આગામી ચરણ માટે યોગ્ય માનવામાં આવનાર તમામ વિષયોમાં ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ મેળવવો પડશે. પરીક્ષા રદ થયા બાદ બોર્ડ દ્વારા રચવામાં આવેલ 11 શિક્ષણવિદોની કમિટીએ ગુજરાત ક્લાસ 12 ઇવેલ્યુએશન પોલીસી 2021 તૈયાર કરી હતી.
વિદ્યાર્થીઓને હાલમાં માર્કશીટ આપવામાં નહીં આવે. પરંતુ આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હશે તો 15 દિવસમાં જ પોતાનું પરિણામ બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.
પરિણામની ફોર્મ્યુલા પ્રમાણે ધો. 10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો. 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો. 10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણ ધ્યાને લેવાશે. જ્યારે ગ્રુપ-B ના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાને લેવાશે.
આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ 10માં ધોરણથી લઇને અત્યાર સુધીના તેમના પરફોર્મન્સના આધારે બનશે. ગુજરાત બોર્ડ ધોરણ 12ના વિદ્યાર્થીઓની માર્કિંગ 50:25:25 ના પ્રમાણમાં કરશે. એટલે કે કુલ 100 ટકામાંથી 50 ટકા માર્ક્સ વિદ્યાર્થીઓના ધોરણ 10ના આધાર પર આપવામાં આવશે. જો કે, 25 ટકા વર્ગ 11 ના યુનિટ ટેસ્ટ અને બાકીના 25 ટકા વર્ગ 12 માં થયેલા યુનિટ ટેસ્ટના આધાર પર મળશે. ગુજરાત બોર્ડ ધોરણ 12માંનું પરિણામ જાહેર કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268