દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI. PSI અને ડિસ્ટાફ સસ્પેન્ડ. PI R.I.જાડેજા, ડી સ્ટાફ PSI K.C.પટેલ અને ડી સ્ટાફ ના 14 પોલીસ કર્મી સસ્પેન્ડ. તાજેતરમાં મનપસંદ જીમખાના મા રેડ પડતા 180 થી વધારે જુગારીઓ ઝડપાયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 11 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા સ્થાનિક પોલીસ સમગ્ર જુગારધામને લઈને ઉંઘતી ઝડપાઈ હતી.જેને લઈને પીઆઈ આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ પીએસઆઈ કે.સી. પટેલ, અને ડીસ્ટાફના 14 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં મનપસંદ જિમખાનામાં થયેલી રેડ મુદ્દે GSTV પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. દરોડા દરમ્યાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ પણ થયા છે. જુગારધામ ચલાવવા માટે આરોપીઓએ પોળની અંદર એક મકાનમાં કેશ રૂમ પણ બનાવ્યો હતો. આ રૂમમાં રહેલી તિજોરીમાં લાખો અને કરોડોની રોકડ રકમથી ભરેલી હતી. જ્યારે દરોડા પડ્યા ત્યારે એક વ્યક્તિ રોકડ ભરેલી પેટી લઇને ફરાર થઇ ગયો.
પોલીસે લાખોની કિંમતના કોઇન પણ કબ્જે કર્યા. 2 રૂપિયાનો કોઇન હોય તો તેની કિંમત બે હજાર ગણાતી. આવાં લાખોની કિંમતના કોઇન દરોડા દરમ્યાન મળી આવ્યાં છે. એટલું જ નહીં પોળમાં ખાસ CCTV મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. જ્યાં કેશ રહેતી તે કેશ રૂમ આખો CCTV કેમેરાથી સજ્જ હતો. એન્ટ્રી પોઇન્ટથી લઇને એક્ઝિટ પોઇન્ટ તેમજ ક્લબની અંદરની તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવતી હતી. મોનટરિંગ માટે અંદાજે 25થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યાં હતાં. સીસીટીવી રૂમમાં બે વ્યક્તિઓ 12-12 કલાકની ડ્યુટી પર મુકવામાં આવતા હતાં
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં દરોડા પાડી 150 આરોપીઓ ઝડપી પાડ્યાં હતાં. મનપસંદ જીમખાનામાં મોટાપાયે ક્લબ ચાલતું હોવાની બાતમીના આધારે ડીજી વિજિલન્સની સ્ક્વોડે દરોડા પાડ્યાં હતાં.
આ સાથે મનપસંદ જિમખાના પર દરોડાની કાર્યવાહી દરમ્યાન એક નવો ખુલાસો પણ થયો છે. જિમખાનાના નામે ચાલતા ટ્રસ્ટના પ્રમુખ ફેમિદાબેન ગોવિંદ પટેલ છે. ગોવિંદ પટેલ ઉર્ફે ગામાની ઓફિસમાં નિવૃત આઇપીએસ એ.કે. સુરોલિયાનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. ટ્રસ્ટના નામે ચલાવવામાં આવતા આ જુગારધામમાં આઇપીએસ સુરોલિયાનો ફોટો રાખવાનું કારણ ચર્ચાનો વિષય બન્યું છે.
આ દરોડમાં કેટ, કોઈન સહિત અનેક મુદ્દામાલ ઝડપાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી પણ આ દરોડામાં જોડાયા હતા અને દરોડા દરમિયાન 7થી વધુ બિલ્ડિંગમાં જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યાં છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268