હિમાચલ પ્રદેશના મનાલીમાં તલવાર વડે હુમલો કરવાના આરોપમાં પોલીસે પંજાબના ચાર શખ્સોને કસ્ટડીમાં લીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સ્થાનિક લોકો સાથે થયેલી ઝપાઝપી બાદ પ્રવાસીઓ તેમની તલવારો લઇ જતા જોઇ શકાય છે.
સૌથી ચોંકાવનારી અપડેટ એ હતી કે આ ઘટના મનાલી પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે બની હતી.
અહેવાલો અનુસાર, એક કાર બીજી કારને પછાડતાં સમગ્ર ઝઘડો થયો હતો. આને પગલે, પ્રવાસીઓએ તલવારો કાઢી હતી અને સ્થાનિક લોકો સાથેની લડાઇમાં તૂટી પડ્યા હતા.કુલ્લુના એસપી ગુરદેવ શર્માએ જણાવ્યું હતું કે, મનાલીમાં તલવારોથી લોકો પર હુમલો કરવા બદલ પંજાબના ચાર પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268