પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર હેવે સમગ્ર જગ્યા પર જોવા મળી રહ છે. મુંબઈમાં કેબ એગ્રીગેટર Ola અને Uberએ પોતાના ભાડામાં 15 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. એપ બેઝ બન્ને એગ્રીગેટર્સે દેશના વિવિધ રાજ્યોમાં ભાડું વધાર્યું છે. જે ત્યાંના ઈંધણના દરોના હિસાબથી છે.
એક અહેવાલના અનુસાર બન્ને કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે તેમના ડ્રાઈવર્સની માંગ હતી કે ભાડામાં વધારો કરવામાં આવે કે કારણકે પેટ્રોલ-ડિઝલના ભાવમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. ચાર મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. મુંબઈમાં એક લીટર પેટ્રેલનો ભાવ આજે 107.54 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. જ્યારે કે ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર 97.45 રૂપિયા પર પહોંચ્યો છે. થોડાક દિવસ પહેલા મહાનગર ગેસ લિમિટેડે પણ ભાવ વધાર્યો છે.
Ola અને Uber ટેક્સીસેવાના અધિકારીઓએ નામ ના આપવાની શર્ત પર જણાવ્યું કે ડ્રાઈવરોએ મે મહિનામાં જ ભાડા વધાવાની માંગ શરૂ કરી દીધી હતી, ત્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભઆવ ઝડપથી વધવાના શરૂ થયા હતા. ત્યારે અમે ઈંધણના વધતા ભાવનું અધ્યયન પણ કર્યું હતું, અને ભાડા વધારવાનો નિર્ણય કર્યો હતો. જો કે બન્ને કંપનીઓએ વધતા ભાડા અને નવા ભાડાના સ્ટ્રક્ટચરને લઈને કોઈપણ પ્રકારની ટીપ્પણી આપવાથી દૂર રહ્યા હતા.
મુંબઈમાં Ola અને Uber ડ્રાઈવર્સે ભાડા વધારવાની માંગને લઈને માર્ચથીજ પ્રદર્શન શરૂ કરી દીધું હતું, તેમની માંગ હતી કે કાળી, પીળી ટેક્સી અને ઓટો રિક્શાની જેમજ તેમના પણ ભાડાનો વધારો કરવામાં આવે. તેમની માંગ હતી કે ભાડાને હાલના સ્તરથી ચાર ગણા સુધી વધારવામાં આવે. ડ્રાઈવર ઈચ્છતા હતા કે બેઝિક ભાવને 100 રૂપિયા કરવામાં આવે, જે હાલમાં 30-35 રૂપિયા છે. ત્યાર પછી હર કિલોમીટર પર ચાર્જ 25 રૂપિયા હોવો જોઈએ જે હાલમાં 6-7 રૂપિયા છે.
આજ વર્ષે પ્રથમ માર્ચે કાળી, પીળી, ટેક્સીઓ અને ઓટો રિક્શાના ભાડામાં વધારો થયો હતો. મુંબઈમાં CNGથી ચાલવાવળા ઓટો અને ટેક્સીઓના ભાડામાં ઓછામાં ઓછા 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ટેક્સીમાં 1.5 કીમીના અંતર માટે ન્યૂનતમ ભાડું 22 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવામાં આવ્યું હતું. 1.5 કીમીમી ઓછામાં ઓછા અંતર પછી પ્રતિ કિમી 16.93 રૂપિયા સુધી ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે કે ઓટો રિક્ષામાટે ઓછામાં ઓછા ભાડાને 18 રૂપિયાથી વધઆરીને 21 રૂપિયા કરવામાં આવ્યું હતું, અને પ્રતિ કિમી ભાડું 14.20 રૂપિયા કરવામાં આવ્યું છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268