ઘાટલોડીયા, અમદાવાદ મધ્યે પરમ પૂજ્ય આચાર્યશ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.
Shantishram News, Diyodar, Gujarat.
શ્રી સીમંધર સ્વામી શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઘાટલોડિયા અમદાવાદના આંગણે
શ્રી લબ્ધિ ગુરુકૃપા પાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય
શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાનો
ચાતુર્માસ પ્રવેશ આનંદપૂર્વક યોજાયો.
તારીખ 11 7 2021 અષાઢ સુદ એકમ રવિવાર ના રોજ સવારે 8:00 કલાકે
શ્રી મધુવૃંદ જૈન દેરાસરથી પૂજ્યશ્રીના પ્રવેશ યાત્રાનો પ્રારંભ થયો.
9:00 શ્રી મહાવીરાલય ઉપાશ્રય મધ્યે પૂજ્યશ્રીના પ્રવેશ બાદ
ચાતુર્માસિક પ્રાસંગિક કાર્યક્રમનો પ્રારંભ થયેલ,
જેમાં ભાવિકભાઈ મહેતા દ્વારા સુંદર પ્રાસંગીક સંવેદના રજૂ કરાયેલ,
તેમજ સંગીતકાર ત્રિલોક મોદી અને પીન્ટુભાઈ જૈન દ્વારા સંગીતના તાલે
પધારેલ મહેમાનોને અનુમોદના કરાવવામાં આવી.
વધુ વાંચો: પૂજ્ય K.C. મહારાજ સાહેબના દર્શનાર્થે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પધાર્યા
આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવને ગુરૂપૂજન, ગુરુદેવને કામળી વહોરાવવાના તેમજ ચાર માસિક સતત દિપક સ્થાપના અને પૂજ્યશ્રીના જાપખંડમાં કળશ સ્થાપના ના લાભ સારા આપવામાં આવેલ.
પૂજ્ય શ્રી પ્રેરીત શ્રી લબ્ધિ ધામ તીર્થ ધાકડીમાં પૂજ્ય શ્રી દ્વારા આજના પાવન દિવસે નવા ત્રણ ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી,
જેમાં ટ્રસ્ટી તરીકે નિશાંત ભરતભાઈ વર્ધમાની, હિતેશ કિર્તીલાલ સુરાણી તથા જીતલ રમેશભાઈ ઝવેરી ની નિમણૂક કરવામાં આવી.
પરમગુરૂ ભક્ત તથા લાંબા સમયથી ટ્રસ્ટ સાથે તન, મન અને ધનથી સંકળાયેલા યુવાનોની ટ્રસ્ટી તરીકે નિમણૂક થતાં ભકતોમાં અનેરો આનંદ વ્યાપ્ત થયેલ.
આજના પ્રવેશ નિમિત્તે શ્રી સીમંધર સ્વામી જૈન સંઘના યુવા કાર્યકરો ના અદભુત ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયેલ.
આ પ્રસંગે સમગ્ર ચાતુર્માસ દરમ્યાન તમામ લાભાર્થી પરિવારનું બહુમાન કરવાનો તેમજ પૂજ્ય ગુરુજી તેમજ સમસ્ત શ્રી સંઘને અક્ષતથી વધાવવાનો લાભ આપવામાં આવેલ.
Jain , Chaturmas Pravesh, Shilratn Suriji Maharaj Saheb, Ahmedbad, Gujarat.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268