પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.
Shantishram News, Diyodar, Gujarat.
સુરત ઓમકાર સુરી આરાધના ભવન પાલ મધ્યે
શ્રી પરમ જીન ભદ્ર શાંતિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના આંગણે
શ્રી નીતિ સૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ
પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ
આદિ ઠાણા નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.
ગિરનાર તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય શ્રી નીતિ સૂરીશ્વરજી સમુદાયના
વર્તમાન ગચ્છાધિપતિ નિકટભવ મોક્ષગામી, જીરાવલા તીર્થ પ્રતિષ્ઠાચાર્ય
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
તપસ્વી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અનંતભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
તપસ્વી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય લલિતપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મુક્તિનીલય સૂરીશ્વરજી મહારાજ સાહેબ (બાલમુની મ,સા.),
પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રશમેશપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ,
આદિ ઠાણા સાધુ ભગવંતો તેમજ પૂજ્યશ્રીના આજ્ઞાનુવર્તિની
પૂજ્ય સાધ્વીજી શ્રી નિરુપમા શ્રીજી મહારાજ સાહેબ તેમજ
પૂજ્ય સાધ્વીજી શ્રી શીલરત્ના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો
કલ્પરમ્ય ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ ઉત્સાહપૂર્વક યોજાયો.
વધુ વાંચો: પૂજ્ય K.C. મહારાજ સાહેબના દર્શનાર્થે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પધાર્યા
આ પ્રસંગે સવારે 6:00 કલાકે માણિભદ્રવીર રેસીડેન્સી થી પૂજ્યશ્રીના સામૈયા ની શરૂઆત થઈ અને શ્રી ઓમકાર સુધી આરાધના ભવન મધ્યે પૂજ્યશ્રીનો ચાતુર્માસ પ્રવેશ થયો.
પ્રવેશ સમયે શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલિસી જૈન સમાજ સુરત દ્વારા 10/- રૂપિયાની પ્રભાવના યોજાયેલ. ત્યારબાદ 9:00 કલાકે આ પ્રસંગે સંગીત સાથે પ્રવેશ મહોત્સવ ઉજવાયો જેમાં પૂજ્ય શ્રી ના મુખેથી માંગલિક શ્રવણ બાદ ચાતુર્માસ અને પ્રવેશ ને લગતો વિવિધ કાર્યક્રમ શરૂ થયો.
આ પ્રસંગે પૂજ્ય શ્રી ગુરૂપૂજનનો લાભ રસીલાબેન પ્રવીણભાઈ શાહ પરિવાર (લક્ષ્મીપુરાવાળા) એ લીધેલ.
તેમજ પૂજ્ય શ્રી ને કામળી વહોરાવવાનો લાભ કંચનબેન મુક્તિલાલ મહેતા પરિવાર (નાયકાવાળા) એ લીધેલ.
વધુ વાંચો: પાલીતાણામાં ગીરીરાજ ગૌરવ પુરસ્કાર અપાયા
ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન મીઠું રસોડું તેમજ ઓળી સિવાયના ચાર મહિના દરમિયાન આયંબિલ નો સંપૂર્ણ લાભ શ્રી દશાશ્રીમાળી બેતાલિસી જૈન સમાજ દ્વારા લેવામાં આવેલ.
પૂજ્ય શ્રી નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન થનાર વિવિધ આરાધના અને કાર્યક્રમોની જાહેરાત થઇ.
જેમાં સિદ્ધિ તપની આરાધના નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિદ્ધિતપની આરાધના માં અત્તરવાયણા કરવાનો લાભ શકરીબેન સેવંતીલાલ ધાણધારા પરિવાર (થરાવાળા) દ્વારા લેવામાં આવેલ.
તેમજ તપમાં આવતા તમામ બેસણા નો લાભ જાહેર કરવામાં આવેલ.
પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રાવકોની પાંચ શિબિર, શ્રાવિકાઓની પાંચ શિબિર અને બાળકોની પાંચ શિબિર યોજાશે.
વધુ વાંચો: શ્રી દશા શ્રીમાળી બેતાલીસી જૈન પ્રગતિ મંડળ ના નવીન હોદ્દેદારો વરાયા.
પ્રવેશ મહોત્સવ પછી શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલિસી જૈન સમાજ દ્વારા શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ.
સોમ ચિંતામણી રેસીડેન્સી તેમજ વાસુ દર્શન રેસીડેન્સી ના સભ્યો દ્વારા પૂજ્ય ગુરુદેવ નું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂજ્યશ્રી ના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી અહર્મપ્રભ સૂરિશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ઈશિતા પાર્ક જૈન સંઘ, અડાજણ, સુરત મધ્યે ચાલી રહ્યું છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268