ગુજરાત નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું:
Shantishram News, Diyodar, Gujarat.
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા
દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા
રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે.
અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો,
ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શક્તિપીઠ Ambaji ખાતે Deputy Chief Minister of Gujarat Shree Nititnbhai Patel ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
વધુ વાંચો: ગાંધીનગરમાં અષાઢી બીજથી અક્ષરધામ મંદિર દર્શનાર્થી માટે ફરી ખુલ્લુ મુકાશે
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે,
સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુંઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો.
જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદથી અંબાજી, ડીસા-પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે.
પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકાસવવું એ આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી Prime Minister Narendra Modi નો ડ્રીમ પ્રોજેક્ટ છે.
વધુ વાંચો: અમદાવાદ માં દર વર્ષ કરતા આ વખતે રથયાત્રા અલગ રહેશે ,ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે
ધાર્મિક સ્થળ યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં
આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાથી અકસ્માતોને નિવારી શકાશે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થશે.
ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધા બનાવાઇ છે.
આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે.
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ Parbatbhai Patel ,
રાજ્યસભા સંસદ સભ્યશ્રી દિનેશભાઇ અનાવાડીયા Dineshbhai Anavadiya,
ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા Kirtisinh vaghela,
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટરશ્રી આનંદ પટેલ Banaskantha Collector Anand patel,
જય જલિયાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ કોટક,
અગ્રણીઓ સર્વશ્રી નંદાજી ઠાકોર, શ્રી ગુમાનસિંહ વાઘેલા Gumansinh Vaghela, શ્રી રમેશભાઇ પટેલ,
શ્રી મેરૂજી ધુંખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે Swapnil Khare DDO Banaskantha,
પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ Tarun Kumar Duggal SP Banasknatha Police , પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા,
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.એમ.પંડ્યા
સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268