રિલાયન્સ જીયોનો 3499 રૂપિયાવાળો પ્લાન ગ્રાહકોને સૌથી સસ્તો ડેટા આપે છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3જીબી ડેટા મળે છે. આ રીતે ગ્રાહકોને કુલ 1095 જીબી ડેટા મળે છે. જો આપણે 1 જીબી ડેટાની કિંમત કાઢીએ તો તે 3.19 રૂપિયા થાય છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. મુકેશ અંબાણી ની રિલાયન્સ જીયોએ પોતાના યૂઝર્સો માટે ઇમરજન્સી ડેટા લોન ની સુવિધા શરૂ કરી છે. Jio પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ લાવ્યું છે, આ હેઠળ ગ્રાહકોનો ડેટા પૂરો થઈ ગયા બાદ ઇન્સ્ટેન્ટ ડેટા લોન આપવામાં આવશે. ખાસ વાત છે કે આ ડેટા લોનની ચુકવણી યૂઝર્સ બાદમાં કરી શકશે.
emergency Data Loan Facility શું છે??
1.ઇમરજન્સી ડેટા લોન સુવિધા જીયો યૂઝર્સને રિચાર્જ નાઉ અને પે લેટરની ફેસિલિટી આપે છે.
2.આ હેઠળ જીયો પોતાના પ્રીપેડ યૂઝર્સને 5 ઇમરજન્સી ડેટા લોન પેક સુધી ઉધાર લેવાની મંજૂરી આપશે. જેમાં ગ્રાહકને 1જીબી ડેટા મળશે અને આ 1જીબી ડેટા માટે તેણે 11 રૂપિયા ચુકવવા પડશે.
Jio ની Emergency Data Loan સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે આ પ્રોસેસ ફોલો કરો
સૌથી પહેલા MyJio એપ ખોલો. ત્યારબાદ પેજની ઉપર ડાબી તરફ મેનૂ પર જાવ.
હવે મોબાઇલ સેવા હેઠળ ઇમરજન્સી ડેટા લોન પસંદ કરો.
ત્યારબાદ ઇમરજન્સી ડેટા લોન બેનર પર લખેક ‘Proceed’ બટન પર ક્લિક કરો.
હવે ‘Get emergency data’ ઓપ્શન પસંદ કરો.
ઇમરજન્સી ડેટા લોન બેનિફિટનો ફાયદો ઉઠાવવા માટે ‘Activate now’ પર ક્લિક કરો.
ત્યારબાદ ઇમરજન્સી ડેટા લોન બેનિફિટ એક્ટિવેટ થઈ જશે.