રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 7 જુલાઈના રોજ સતત 10માં દિવસે 100થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા છે તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1,969 થયા છે.
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સિદ્ધાંત દિવાકર ગ્રંથ અર્પણ કરાયો
રાજ્યમાં 7 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 13, સુરતમાં 10, રાજકોટમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 1 અને જુનાગઢમાં 1 તથા ભાવનગર અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.રાજ્યમાં 7 જુલાઈના રોજ કોરોનાના નવા 65 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ દર્દીનુ મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,11,764 થઈ છે અને મૃત્યુઆંક 10,072 થયો છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી નીપજ્યું.
રાજ્યમાં 7 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 289 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.54 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,969 થયા છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 1,959 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268