CT સ્કોરને હૃદયનું CT સ્કેન પણ કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા મુજબ, હૃદય રોગ દુનિયામાં થતાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. દર વર્ષે આશરે 1.79 કરોડ લોકો હૃદય રોગને લીધે મૃત્યુ પામે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે સમયાંતરે તપાસ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું કરી શકાય છે.
અમેરિકન હાર્ટ એસોસિએશનની જર્નલ ‘સર્ક્યુલેશન‘માં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, કેટલીક ખાસ તપાસ કરીને હાર્ટ અટેકનાં જોખમનું અનુમાન લગાવી શકાય છે. એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યુટ, મુંબઈના ડાયરેક્ટર ઓફ મેડિકલ અફેર્સ ડૉ. વિજય ડીસિલ્વા પાસેથી જાણો કેવા પ્રકારના મેડિકલ ટેસ્ટથી તમે હૃદય રોગનાં જોખમનું અનુમાન લગાવી શકો છો.
કોરોનરી કેલ્શિયમ સ્કેનને હૃદયનું સ્કેન પણ કહેવાય છે. જો કોરોનરી કેલ્શિયમ સ્કેન સ્કોર 1000થી વધારે હોય તો આગામી 1 વર્ષમાં હાર્ટ અટેકની આશંકા 25% વધારે છે. જો સ્કોર શૂન્ય હોય તો આગામી 5 વર્ષમાં હાર્ટ અટેકનું જોખમ ઘણું ઓછું છે. ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓને હાર્ટ પર ગંભીર અસર થાય છે. સંક્રમણની સારવાર બાદ તેમનામાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં બળતરા જેવાં લક્ષણ દેખાય છે. હૃદયની કાર્ય કરવાની ક્ષમતા પર અસર થઈ રહી છે. જે લાંબા સમય સુધી દેખાશે.
અમેરિકન મેડિકલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારા 100માંથી 78 દર્દીના હાર્ટ ડેમેજ થયાં અને હૃદયમાં સોજો જોવા મળ્યો. રિસર્ચ પ્રમાણે સંક્રમણ જેટલું વધારે વધશે ભવિષ્યમાં તેટલી વધુ આડઅસરનું જોખમ વધશે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે, કોરોનાથી રિકવર થનારા દર 7માંથી 1 વ્યક્તિ હાર્ટ ડેમેજથી પીડિત છે. તે સીધી રીતે તેમની ફિટનેસ પર અસર કરે છે. હૃદય રોગી પહેલાંથી જ કોરોનાના રિસ્ક ઝોનમાં છે, પરંતુ રિકવરી બાદ પણ તેની અસર હૃદયમાં રહે છે. તેથી હૃદયનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268