કોરોનાથી મહિલાઓના સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ છે. કોરોનાના તણાવના કારણે ભારતીય મહિલાઓની મેન્સ્ટ્રુઅલ સાઈકલ અનિયમિત થઈ ગઈ છે. તેમજ 10માંથી 9 મહિલાઓ તેમના મેન્સ્ટ્રુઅલ હેલ્થ સંબંધિત કોઈપણ સમસ્યાને લઈને ડૉક્ટરની સલાહ નથી લેતીમહિલા હાઈજીન સાથે સંબંધિત એવરટીને તેના છઠ્ઠા વાર્ષિક વાર્ષિક મહાવરી સ્વચ્છતા સર્વે રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે કોરોનાના તણાવના કારણે ભારતીય મહિલાઓની મેન્સ્ટ્રુઅલ સાઈકલ અનિયમિત થઈ ગઈ છે.આ વર્ષે મહિલાઓની મહાવરી પર કોરોના અને લોકડાઉનની અસરનો ખાસ કરીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત 41 ટકા મહિલાઓએ આ દરમિયાન મેન્સ્ટ્રુઅલ સાઈકલમાં અનિયમિતતાની વાત કરી. જ્યારે આ સર્વેમાં ભાગ લેનારી મહિલાઓમાંથી માત્ર 13.7 ટકા મહિલાઓ જ કોરોના સંક્રમિત હતી.
આ સર્વે દેશના મોટા શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં 18થી 35 વર્ષની વય જૂથની લગભગ 5000 મહિલાઓની વચ્ચે કરવામાં આવ્યો.એક અન્ય સર્વેમાં જાણવા મળ્યું કે 10માંથી 9 મહિલાઓ તેમના મેન્સ્ટ્રુઅલ હેલ્થ સંબંધિત કોઈપણ કન્સર્ન માટે ડૉક્ટરની સલાહ નથી લેતી. આ સર્વેમાં એ વાત પણ સામે આવી કે દેશમાં લગભગ 11 ટકા મહિલાઓ જ પિરિઅડ્સ અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ વિશે કોઈની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે. આ સર્વે રિયો પેડ્સે ક્રિએટિવ એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન કંપની શ્બાંગની સાથે મળીને કર્યો છે.ભારતમાં 12-45 વય જૂથની છોકરીઓમાં દર 5માંથી 10 ટકા મહિલાઓને આ બીમારીનો સામનો કરવો પડે છે અને 70 ટકા એવી મહિલાઓ છે જેમને જાણકારી પણ નથી કે તેઓ PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝથી પીડિત છે.