દરેક મિડલ ક્લાસ પરિવાર આર્થિક સંકટ નો સામનો કરે છે. આર્થિક સંકટના કારણે પારિવારિક સામાજિક જીવન પર અસર પડે છે અને સાથે સાથે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. પરિવારમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય અથવા કોઈનું દેવું ચૂકવવાનું હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં માનસિક તણાવ થવા લાગે છે અને નાણાંકીય યોજનાના અભાવને કારણે આત્મવિશ્વાસ પણ નથી રહેતો. જો તમે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરો છો, તો આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરીને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી તેની અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
તમારા ખર્ચની નોંધ રાખો અને ધ્યાન રાખો કે કઈ જગ્યાએ પૈસા ખર્ચ થઈ રહ્યા છે. લગ્ઝરી વસ્તુઓને થોડાક દિવસ સુધી ખરીદશો નહીં અને તે પૈસાની બચત કરો. આ પ્રકારે કરવાથી પૈસાની બચત થશે અને માનસિક તણાવથી રાહત મળશે.તમારા આખા મહિનાનું ખર્ચ બજેટ તૈયાર કરો અને ખર્ચ ઓછો કરો. આ પ્રકારે કરવાથી ખર્ચ ઓછો થશે અને તમામ વસ્તુઓનો હિસાબ રાખી શકશો.
જીવનમાં કોઈપણ દુર્ઘટના સર્જાઈ શકે છે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહો. આ પ્રકારે કરવાથી તમે કોઈ પણ નાણાકીય સંકટની પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો અને તમારે દેવું કરવાની જરૂરિયાત નહીં રહે. ઘરના લોકરમાં થોડીક રોકડ રકમ સાચવીને રાખો.તમે જેટલું સાદગીભર્યું જીવન જીવશો તેટલી તમારી જરૂરિયાત ઓછી રહેશે. આ પરિસ્થિતિમાં Luxuryથી દૂર રહો અને વધુ ખર્ચ ન કરો. સરળ જીવન જીવો અને ભવિષ્યની યોજનાઓ માટે અગાઉથી તૈયારી કરો.
હંમેશા પૈસાથી જ ખુશ રહી શકાય છે તેવું જરૂરી નથી. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરીને તમે સારુ અને ખુશીભર્યું જીવન જીવી શકો છો. કહેવત છે કે ‘પૈસો તો આવે છે અને જાય છે’ આ વાત એદમ સાચી છે.જીવનમાં એક ગોલ્ડન લૉ ફોલો કરો, ક્વોન્ટિટી નહીં પરંતુ ક્વોલિટી પર ધ્યાન રાખો. તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો તો તેની માત્રાની જગ્યાએ તેની ગુણવત્તા જોઈને ખરીદી કરો. આ લૉ ફોલો કરવાથી તમને હંમેશા ફાયદો થશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268