ભારતીય મૂડીબજાર નિયામક સેબીએ આજે મંગળવારે સ્વતંત્ર ડિરેક્ટરો સંબંધિત નિયમોમાં સંશોધનને મંજૂરી આપી છે તેની સાથે સાથે ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશના ઉલ્લંઘનની માહિત આપનાર વ્યક્તિ એટલે કે બાતમીદારને ચૂકવાતા ઇનામની રકમમાં પણ 10 ગણો વધારો કર્યો છે.
સેબીના બોર્ડ દ્વારા ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશનના ઉલ્લંઘન સંબંધિત સંશોધનને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશનના ઉલ્લંઘનની માહિત આપનાર બાતમીદારને ચૂકવાતી ઇનામની રકમ દસ ગણી વધારીને મહત્તમ 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે જે હાલમાં 1 કરોડ રૂપિયા છે.
બજાર નિયામકે જણાવ્યુ કે, ધ ઇનસાઇડ ટ્રેડિંગ રેગ્યુલેશનના ઉલ્લંઘનની માહિતી આપનાર વ્યક્તિને ઇનામ ચુકવણીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને બાતમી આપતી યંત્રણા હેઠળ ઇનામની રકમમાં વધારવાના ઉદ્દેશ્ય સાથે, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સેબી (પ્રોહિબિશન ઓફ ઇનસાઇડ ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ, 2015માં કેટલાક સુધારાઓને ધ્યાનમાં લીધા અને મંજૂરી આપી હતી.’ જો બાતમીદારને ચૂકવવાપાત્ર કુલ ઇનામની રકમ 1 કરોડ રૂપિયા અથવા તેથી ઓછી છે તો અંતિમ આદેશ જારી કર્યા પછી સેબી દ્વારા આ ઇનામ આપવામાં આવશે.
અલબત્ત, જો બાતમીદારને ચૂકવવાપાત્ર ઇનામની રકમ 1 કરોડ રૂપિયા થી વધુ હોય તો અંતિમ આદેશ જારી કર્યા પછી સેબી 1 કરોડ રૂપિયા સુધીનું વચગાળાનું ઇનામ આપી શકે છે. બાકી ઇનામની રકમ સેબી દ્વારા ચૂકવવાપાત્ર વળતરની રકમના ઓછામાં ઓછા બે વાર નાણાકીય મંજૂરીઓ મળ્યા પછી જ આપવામાં આવશે.
સેબીએ મંગળવારની બોર્ડ મીટિંગ દરમિયાન લિસ્ટેડ કંપનીઓ માટે સ્વતંત્ર ડિરેક્ટર્સને લગતી નિયમનકારી જોગવાઈઓની સુધારણાને મંજૂરી અપાઇ છે. નવા નિયમો હેઠળ, સ્વતંત્ર ડિરેક્ટરને હટાવવાની કામગીરી શેરધારકો દ્વારા મંજૂરી મેળવલા વિશેષ ઠરાવ મારફતે કરવામાં આવશે. નવા સંશોધન અનુસાર આવશ્યક યોગ્યતા અને સ્વતંત્ર ડિરેક્ટરોના રાજીનામાં અને ઓડિટ કમિટી સામે હાજર થવાનું શામેલ છે.