આઈટી મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કર્યા પછી ટ્વીટરે વધુ એક ગંભીર ભૂલ કરી બેઠું. ટ્વીટરે પોતાની વેબસાઈટ પર ભારતનો ભૂલ ભરેલો નકશો બતાવ્યો હતો. જો કે ભારત સરકાર કોઈ એક્શન લે એ પહેલા જ ટ્વીટરે એ નકશો હટાવી લીધો છે.આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા છે. એક બાજુ ટ્વીટર ભારત સરકારના નવા આઈટી નિયમો માનવા આનાકાની કરી રહ્યું છે, તો બીજી બાજુ આ જ ટ્વીટર એક બાદ એક ગંભીર ભૂલો કરી રહ્યું છે અને વિવાદ સર્જી રહ્યું છે.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ચેતેશ્વર પુજારા પર સવાલો ઉઠતા Gavaskar બચાવમાં ઉતર્યા
ટ્વીટરે ભારતનો આ ખોટો નકશો મુકીને મોટી ભૂલ તો કરી જ હતી, સાથે ભારતની અખંડિતતા પર પ્રહાર કર્યો હતો. ટ્વીટરની આ ભૂલથી અને અત્યાર સુધીના વિવાદોને કારણે સરકાર માટે હવે પાણી માથા પરથી જતું રહ્યું હતું. જો કે સરકાર કોઈ એક્શન લે એ પહેલા જ ટ્વીટરે ભારતનો ભૂલ ભરેલો નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો.ભારત સરકાર Twitter નો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે અને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે જો ટ્વિટર ભારત પ્રત્યે બેવડું વલણ રાખશે તો આ મામલો વધુ ગંભીર બની શકે છે. રવિશંકર પ્રસાદે પહેલેથી જ કહ્યું છે કે ટ્વિટરનો હેતુ યોગ્ય લાગતો નથી. આવી સ્થિતિમાં ટ્વીટર દ્વરા ભારતના ખોટા નકશાને દૂર કરાયા બાદ પણ સરકાર તેના પર કાર્યવાહી કરી શકે છે.
ટ્વીટર અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ પણ આવી જ રીતે પોતાની વેબસાઈટ પર ભારતનો ખોટો નકશો બતાવ્યો હતો. WHOના વેબપોર્ટલ પર મૂકવામાં આવેલા ભૂલ ભરેલા નકશામાં જમ્મુ-કશમીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવવાની સાથે જ આ નકશામાં 5168 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી શાખ્સગામ ઘાટીને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો છે, જેને 1963માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ચીનને સોંપી દીધો હતો.આ સાથે જ અકસાઈ ચીનનો વિસ્તાર, જેના પર ચીને 1954 માં કબજો કરી લીધો હતો. આ નકશાને આછા ભૂરા રંગમાં દર્શાવવામાં આવ્યો છે. આ આછો ભૂરો રંગ ચીનને દેખાડવામાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268