સુરત ટેકસટાઇલ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન સાથે નોકરી બચાવવા માટે લાઇનમાં ઉભા છે. સુરતમાં સવારથી ટિફિન લઈને દરરોજ નોકરી જવાના બદલે વેક્સિન લેવા માટે લાઇનમાં ઉભા રહી છે. સુરત શહેર ટેક્સટાઇલ અને હીરા ઉધોગ માટેનું હબ છે, જ્યાં લાખોની સંખ્યામાં આ ઉદ્યોગમાં કારીગરો અને કામદારો કામ કરી રહયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. તો રાજ્ય સરકાર દ્વારા ધંધાર્થીઓને 30 જૂન પહેલા કોરોના વેક્સિન લેવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે રાજ્યમાં વેક્સિનની અછત જોવા મળી રહી છે. અનેક જગ્યા પર વેક્સિનેશન સેન્ટર પર લાઈનો જોવા મળી રહી છે.
કોરોનાનો મૃત્યુદર દેશમાં 81 દિવસ બાદ ઘટ્યો, ગુજરાતના 4 જિલ્લામાં સાત દિવસથી એક પણ કેસ નહી
ત્યારે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે 30 જૂન સુધી વેક્સિન ફરજીયાત લેવાની છે. પણ વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી કારીગરો વેક્સિન સેન્ટર પર જાય છે પણ વેક્સિન ન હોવાથી પાછા ફરતા હોય છે. વેક્સિન મામલે કારીગરો અને કામદારો સુડી વચ્ચે સોપારી જેવો માહોલ છે.21 જૂનથી દેશવ્યાપી રસીકરણ મહાભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જાહેરાત કરવામાં આવી છે કે, 30 જૂન સુધીમાં વેક્સિન ફરજીયાત લઇ લેવાની રહેશે. 30 જૂન સુધીમાં વેક્સિન નહીં લે તો દુકાનદારને ધંધો નહીં કરી શકે અને નોકરી કરતા લોકો ઓફિસ નહીં જઈ શકે. એક બાજુ સરકાર વેક્સિનેશનને લઈને સજાગ થઇ છે.
તો બીજી તરફ પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોય અમુક વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે તો અમુક જગ્યા પર લાંબી લાઈનો લાગેલી છે. લોકોની એક જ માગ છે કે, સરકાર ધંધાર્થીઓ માટે વેક્સિનેશનની સમય મર્યાદામાં વધારો કરે અથવા તો પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો આપવામાં આવે.એક વેક્સિન સેન્ટર પર માત્ર 200 ડોઝ આપવામાં આવી રહ્યા છે, જ્યારે વેક્સિન સેન્ટરોની બહાર 500 થી વધુ લોકો સવારથી લાઇનમાં ઉભા હોય છે. જથ્થો ઓછો આવતો હોવાથી રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યાં હોવાથી લોકોને વેક્સિન લેવામાં હાલાકી ભોગવવી પડી રહી છે.બીજી બાજુ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વેક્સિનેશન મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 જુલાઈ સુધી લંબાવવાની માગ કરી છે. વેપારીઓની રજૂઆત છે કે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તેવામાં 15 જુલાઈ સુધી તમામ વેપારીઓનું રસીકરણ થઈ શકે તેવી સ્થિતિ નથી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268