જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલે શિરોમણી અકાલી દળના નેતા મનજિન્દર સિહ સિરસાએ શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું. સિરસાએ શીખ સમુદાયના એક ડેલિગેશન સાથે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાની પણ મુલાકાત કરી અને ધર્મ પરિવર્તનના આ મામલાની જાણકારી આપી. ઉપ રાજ્યપાલ તરફથી ભરોસો વ્યક્ત કરાયો છે કે જલદી તે યુવતીઓની પરિવારમાં વાપસી કરાવવામાં આવશે. સિરસાએ આ મુલાકાત બાદ કહ્યું કે બે યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના નિકાહ કરવામાં આવ્યા. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને ત્યારબાદ તેમના નિકાહ મોટી ઉંમરના બીજા ધર્મના વ્યક્તિ સાથે કરી દેવાયા.આ કિસ્સા બાદ શીખ યુવતીઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. આ કારણે ઉપ રાજ્યપાલને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.
PM MODI હવે જમ્મુ કાશ્મીર બાદ કારગીલ અને લદ્દાખના નેતાઓ સાથે કરશે બેઠક
મનજિન્દર સિંહે આ મામલે કેન્દ્ર સરકાર પાસે પણ મદદની ગુહાર લગાવી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના ચીફ સિરસાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને શીખ યુવતીઓની સુરક્ષા માટે જેમ બને તેમ જલદી એક કાયદો લાવવો જોઈએ. ઉપ રાજ્યપાલને મળીને મનજિન્દર સિંહ સિરસાએ એક કાયદાની પણ માગણી કરી છે જેથી કરીને ધર્મ પરિવર્તનના આવા મામલાઓ પર રોક લગાવી શકાય. આ ઉપરાંત રાજ્યમાં એક લઘુમતી આયોગની રચનાની પણ માગણી કરવામાં આવી જેના પર તેમણે સહમતિ વ્યક્ત કરી છે. ઉપ રાજ્યપાલે સિરસાને આ મામલે કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે.
આ ઉપરાંત તેમણે કાશ્મીરના મુસ્લિમ ધર્મગુરુઓને પણ શીખ સમુદાયનો સાથ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરના મુસ્લિમ નેતાઓએ આગળ આવીને આવા ધર્મ પરિવર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268