ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મીટિંગ કમ સેમિનારનું આયોજન કરાયું.
Shantishram News, Diyodar, Gujarat.
કોરોના મહામારીમાં બીજા વેવમાં અતિ ભયંકર પરિણામોનો સમગ્ર દેશ સામનો કરી રહયો છે, ત્યારે આગામી સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તેના આયોજન માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોગના સચિવશ્રી પી.બી ઠાકરની અધ્યક્ષતામાં મીટિંગ કમ સેમિનાર યોજાયો હતો.
આ બેઠકમાં સચિવશ્રીએ કોરોનાની આગામી ત્રીજી લહેરમાં જો બાળકો સંક્રમિત થાય તો તે બાળકોની સારવાર માટે તથા તેમના હોમ ક્વોરોનટાઇન માટે કઇ કઇ વ્યવસ્થાઓ કેવી રીતે ગોઠવવામાં આવશે, તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં આયોગના દિપકભાઇ જોષી અને શતાબ્દીબેન પાંડેએ ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી દિશાસૂચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અલ્કાબેન એચ.શાહ,
Valsad District જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વી.સી.બાગુલ,
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી બી.પી.ચુડાસમા,
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કુ.જે.એમ.પંચાલ,
જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી સોનલબેન સોલંકી તથા વલસાડ સી.ડબ્લ્યુ.સી.ના મેમ્બરશ્રી અને
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હાજર રહયા હતા.
વધુ વાંચો: ધાર્મિક સ્થાનો પર હવે શરુ થશે વેક્સિનેશન સેન્ટર, સુરત મનપા એ લીધો મોટો નિર્ણય:
તેમજ તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી-ઉપપ્રમુખશ્રીઓની હાજરીમાં વલસાડ જિલ્લાના તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સંકલન અને ચર્ચા કરવામાં આવી હતી.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268